મકાનના ભાવમાં વધારો થયા બાદ લોકો અંડર કન્સ્ટ્રક્શનને બદલે હવે રેડી પઝેશન ઘર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે
મકાનના ભાવમાં વધારો થયા બાદ લોકો અંડર કન્સ્ટ્રક્શનને બદલે હવે રેડી પઝેશન ઘર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે
રોકાણ માટે પણ રિયલ એસ્ટેટ હજુ હોટ ફેવરિટ
નીલા સ્પેસીસ લિમિટેડના સેલ્સ મેનેજર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ જેવા શહેરમાં બહારથી આવતા લોકોનો પ્રવાહ આજે પણ એટલો જ છે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ માટે પણ રિયલ એસ્ટેટ હજુ હોટ ફેવરિટ ગણાય છે. કોરોનાના ખરાબ સમયમાં પણ રિયલ એસ્ટેટમાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું છે. અત્યારે વૈષ્ણોદેવી સર્કલ, બોપલ, ગોતા, ગાંધીનગરમાં સરગાસણ, કુડાસણ અને ગિફ્ટસિટી જેવા વિસ્તારોમાં લોકો રોકાણ કરી રહ્યા છે. ગિફ્ટસિટી જેવા નવા વિકસી રહેલા વિસ્તારોમાં ડેવલપર્સ રોકાણકારોને સારું રિટર્ન ઓફર કરી રહ્યા છે, જેને કારણે ઇન્વેસ્ટમેન્ટ હેતુથી રોકાણ વધુ આવી રહ્યું છે.
0 Response to "મકાનના ભાવમાં વધારો થયા બાદ લોકો અંડર કન્સ્ટ્રક્શનને બદલે હવે રેડી પઝેશન ઘર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે"
ટિપ્પણી પોસ્ટ કરો