અમદાવાદથી કચ્છ જતી યુવતી સાથે પરિચિત યુવકે પહેલા લક્ઝરી બસમાં પછી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું
અમદાવાદથી કચ્છ જતી યુવતી સાથે પરિચિત યુવકે પહેલા લક્ઝરી બસમાં પછી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું
શહેરમાં એક યુવતી સાથે તેના પરિચિત યુવકે જ બે-બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતી કચ્છ જઈ રહી હતી ત્યારે આરોપી યુવકે લક્ઝરી બસમાં જ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ અમદાવાદમાં હોટલમાં લઈ જઈને પણ યુવકે ફરીથી જબરજસ્તી કરીને યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. જે મામલે હવે યુવતીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ યુવકને જેલમાંથી છોડાવવામાં મદદ કરી હતી
ઘટનાની વિગતો મુજબ, શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી એક 22 વર્ષની યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે મિત્રતા થઈ હતી. જોકે એક કેસમાં પાલડી પોલીસે યુવકની ધરપકડ કરી હતી, એવામાં યુવતી તેને છોડાવવા ગઈ હતી. આ બાદ બંને વચ્ચેની મિત્રતા ગાઢ બની હતી અને યુવકે યુવતીને પૈસા પણ આપ્યા હતા. થોડા સમય પહેલા યુવક અને યુવતી બંને પાલડીથી એક ખાનગી ટ્રાવેલ્સમાં બેસીને કચ્છ ફરવા માટે ગયા હતા.
યુવકે બસમાં અને હોટલમાં દુષ્કર્મ આચર્યું
જોકે કચ્છ પહોંચતા પહેલા જ રસ્તામાં યુવકે લક્ઝરી બસમાં બળજબરીથી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ અમદાવાદમાં પણ યુવક યુવતીને એક હોટલમાં લઈ ગયો અને ત્યાં પણ બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર બાબતથી હેબતાઈ ગયેલી યુવતીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને યુવતીનો મેડિકલ ટેસ્ટ કરાવવા હોસ્પિટલ લઈ જવામાં આવી છે.
0 Response to "અમદાવાદથી કચ્છ જતી યુવતી સાથે પરિચિત યુવકે પહેલા લક્ઝરી બસમાં પછી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો