-->
અમદાવાદમાં વરસાદી પાણી સાથે ઓઈલની ચીકાશ ભળતાં વાહનો સ્લિપ થયાં, ચંદ્રનગર બ્રિજનો વીડિયો

અમદાવાદમાં વરસાદી પાણી સાથે ઓઈલની ચીકાશ ભળતાં વાહનો સ્લિપ થયાં, ચંદ્રનગર બ્રિજનો વીડિયો

 

અમદાવાદમાં વરસાદી પાણી સાથે ઓઈલની ચીકાશ ભળતાં વાહનો સ્લિપ થયાં, 





અમદાવાદમાં રવિવારે રાતે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઈને અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પર અનેક વાહનો સ્લિપ થયા હતા. બ્રિજ પર પાણીના કારણે વાહનો સ્લીપ થતા ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. સોશિયલ પ્લેટફોર્મ પર આ વીડિયો અપલોડ થયાં અને વોટ્સએપમાં લોકો શેર કરી રહ્યા છે.

વરસાદ અને ઓઈલને પગલે વાહનો સ્લિપ થયાની શક્યતા
વાહનોના ઓઈલના કારણે બ્રિજ પરના રોડ ચીકાશવાળા હતા અને રવિવારે વરસાદની શરૂઆત થઈ હતી. જેના કારણે રસ્તા પર જતાં વાહન ચાલકો એક બાદ એક સ્લિપ ખાઈ ગયા હતા. જોકે અનેક વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પણ થઈ છે. સ્લીપ થયેલા વાહનચાલકોમાંથી કોઈને ગંભીર ઇજા થઇ નથી.

પોલીસે પણ વરસાદમાં સાવચેતી રાખવા પોસ્ટ કરી
ચંદ્રનગર બ્રિજ પર વાહનો બ્રિજના એક તરફ કતારબદ્ધ રીતે પડ્યા હતા. તેને પગલે અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા વરસાદમાં વાહન ચલાવવા અંગે પોસ્ટ કરીને લોકોને જાગૃત કર્યા છે.

સવારે અમદાવાદમાં અમી છાંટણા થયાં
કર્ણાટકમાં આઠ દિવસથી અટકેલા ચોમાસાનો એક છેડો ગુજરાત પહોંચી ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 91 તાલુકામાં વરસાદ થયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 75 મિમી. વરસાદ ખાબક્યો છે, જ્યારે આજે સવારે અમદાવાદ, ખેડા, ભરૂચ અને બાવળામાં સામાન્ય વરસાદ થયો છે. ગઈકાલે વલસાડના ઉમરગામમાં 22 મિમી., કપરાડામાં 31 મિમી., ધરમપુરમાં 25 મિમી. તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી.,કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિમી. વરસાદ પડ્યો હતો. જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યાં હતાં.

0 Response to "અમદાવાદમાં વરસાદી પાણી સાથે ઓઈલની ચીકાશ ભળતાં વાહનો સ્લિપ થયાં, ચંદ્રનગર બ્રિજનો વીડિયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel