અમદાવાદમાં ચોકીમાં બેસીને દારુ પીનારા ASIને સસ્પેન્ડ કરાશે અને 3 TRB જવાનને ટર્મિનેટ કરાશે
અમદાવાદમાં ચોકીમાં બેસીને દારુ પીનારા ASIને સસ્પેન્ડ કરાશે અને 3 TRB જવાનને ટર્મિનેટ કરાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવા પોલીસની જવાબદારી છે પરંતુ અમલ કરાવનાર પોલીસ જ ખુદ ચોકીમાં બેસીને દારૂની મહેફિલ માણી રહી હતી. જે અંગે એક વ્યક્તિએ પોલીસને જાણ કરી તો પોલીસના અધિકારી ત્યાં પહોંચ્યા હતા. ત્યારે એક TRB જવાન હાજર હતો તેની અટકાયત કરી હતી. જ્યારે 2 TRB જવાન અને ASI ફરાર થઇ ગયા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
રસ્તે જત નાગરિકે પોલીસને જાણ કરી હતી
નવરંગપુરા સ્ટેડિયમ પાસે આવેલી ચોકીમાં ગઈકાલે ASI કાંતિભાઈ સોમાભાઈ, ટ્રાફિક બ્રિગેડ દિનેશ પટણી, રાકેશ પટણી અને સોનુ પાલ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ મહેફિલ જોઈને રસ્તે જતા એક નાગરિકે પોલીસને જાણ કરી હતી. નવરંગપુરા પોલીસને જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી, ત્યારે સ્થળ પરથી દારૂની બોટલ અને નાસ્તો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સોનુ પાલ નામના TRB જવાનની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 TRB જવાન અને ASI ફરાર થઇ ગયા હતા. નવરંગપુરા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ASI અને TRB જવાન સામે પગલાં લેવાશે
આ અંગે ઝોન -1 DCP લવીના સિંહાએ જણાવ્યું હતું કે, અમે એક TRB જવાનની ધરપકડ કરી લીધી છે. હજુ 2 TRB જવાન અને એક ASI ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે. ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, બનાવ અંગે મને જાણ થઈ છે. ફરજ પર હાજર ASI ને સસ્પેન્ડ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે તથા 3 TRB જવાનને ટર્મિનેટ કરવામાં આવશે.
0 Response to "અમદાવાદમાં ચોકીમાં બેસીને દારુ પીનારા ASIને સસ્પેન્ડ કરાશે અને 3 TRB જવાનને ટર્મિનેટ કરાશે"
ટિપ્પણી પોસ્ટ કરો