-->
સુરક્ષા એજન્સીઓ એલર્ટ પાકિસ્તાનમાં થયેલા ફોન કોલ બાબતે ગોધરાના મહંમદ કાસમની પૂછપરછ

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પાકિસ્તાનમાં થયેલા ફોન કોલ બાબતે ગોધરાના મહંમદ કાસમની પૂછપરછ

 

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પાકિસ્તાનમાં થયેલા ફોન કોલ બાબતે ગોધરાના મહંમદ કાસમની પૂછપરછ









18 મી જૂનના રોજ દેશના વડા પ્રધાન પાવાગઢ ખાતે માતાજીના મંદીર પર ધજા રોહણ અને પૂજા અર્ચના કરવા આવવાના છે ત્યારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઇ છે.અમદાવાદ એટીએસ પોલીસે રાજયના કેટલાક લોકોના ફોનના નંબરો શંકાસ્પદ નંબર પર કોલીંગને ટ્રેસ કરીને એટીએસે લીસ્ટ બનાવ્યું હતું.


જેમાં ગોધરાના ઇસમના ફોન નંબર પરથી પાકિસ્તાન સ્થિત શંકાસ્પદ નંબર પર કોલીંગ થયા હોવાથી એટીએસ છેલ્લા બે દિવસથી ગોધરા ખાતે ધામા નાખ્યા હતા. એટીએસ પોલીસે ગોધરાના મોહમંદ કાસમ ઇશાક પોલાના નંબર પરથી પાકિસ્તાન સહીતના શંકાસ્પદ નંબર પર કોલિંગને લઇને એટીએસ પોલીસે જિલ્લા પોલીસવડાની કચેરીમાં બોલાવીને પુછપરછ કરી હતી. એટીએસે નિવેદન લઇને હાલ મોહમંદ કાસમને તેના ઘરે રવાના કર્યો હતો.


શંકાસ્પદ ગતિવિધિ અંગે પૂછપરછ : ગૃહ રાજય મંત્રી


ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એટીએસની સોશિયલ મીડિયા ઉપર તપાસ ચાલતી હોય છે એમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ ઓ કરતા હોય એવા લોકોની સઘન પૂછપરછ કરાતી હોય છે જેના ભાગરૂપે વડોદરાના બેની પૂછપરછ એટીએસ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે આ અંગે એટીએસના અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી.


0 Response to "સુરક્ષા એજન્સીઓ એલર્ટ પાકિસ્તાનમાં થયેલા ફોન કોલ બાબતે ગોધરાના મહંમદ કાસમની પૂછપરછ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel