-->
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા લૂંટના ઈરાદે આવેલા અશ્વેતે આણંદના યુવકને પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબી દીધી, મૃતકનો પરિવાર US જવા રવાના

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા લૂંટના ઈરાદે આવેલા અશ્વેતે આણંદના યુવકને પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબી દીધી, મૃતકનો પરિવાર US જવા રવાના

 

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા લૂંટના ઈરાદે આવેલા અશ્વેતે આણંદના યુવકને પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબી દીધી, મૃતકનો પરિવાર US જવા રવાના










અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદના વતનીની પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખસોએ ગુજરાતી યુવકની હત્યા કરી છે, જેને લઈ આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને લઈ મૃતકનાં પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં છે.



લૂંટના ઈરાદે ઘૂસેલા શખસોએ ગોળીઓ વરસાવી

આ ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર, આણંદ જિલ્લાના મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યારે અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા શખસોએ ગોળીઓ વરસાવી હતી, જેમાં બે કામદાર મોતને ભેટ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતાં ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોક પર કન્વિનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં સ્ટોરની અંદર બે લોકો બંદૂકની ગોળીઓથી પીડાતા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ તેમનાં મોત થયાં હતાં. આ મૃતક યુવકમાં એક મૂળ આણંદનો વતની પ્રેયસ પટેલ હોવાનું સામે આવ્યું હતું તેમજ એક લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું છે.








પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી


પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોકમાં રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે, જ્યાં કોઈ અજાણ્યા લૂંટારા દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.


સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ

વધુમાં જણાવતાં સ્થાનિક પોલીસવડાએ કહ્યું હતું કે પોલીસ જ્યારે પહોંચી ત્યારે લૂંટારાએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા, જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મૃત્યુ થયાં હતાં. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.



WAVYના એન્ડી ફોક્સ વધુ જાણકારી માટે કામ કરી રહ્યા છે


પટેલના સ્ટોર પર નોકરી કરતા વુલ્ફે કહ્યું હતું કે પટેલ એક ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા, જેમણે સમાજ માટે શક્ય એટલું બધું કર્યું હતું. તેઓ તેમના કર્મચારીને બચાવવા જતા ંતેઓ મૃત્યુ પામ્યા હતા. તેઓ સમુદાયનો આદર કરતા હતા અને અહીં આસપાસની દરેક વ્યક્તિ તેમનો આદર કરતા હતા, તે માણસ સાથે આવું થવાનું કોઈ કારણ ન હતું. આ કેસમાં અન્ય કોઈ માહિતી આ સમયે બહાર પાડવામાં આવી નથી, પરંતુ WAVYના એન્ડી ફોક્સ વધુ જાણકારી માટે કામ કરી રહ્યા છે.



                                                                            મૃતક યુવાન.



એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંનેને ગોળી મારી


પોલીસ વિભાગનું કહેવું છે કે પોલીસવડા સ્ટીવ ડ્રૂ ગોળીબારની ઘટનાની માહિતી મેળવવા પ્રયત્ન કરશે. સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંને પીડિતોને ગોળી મારી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે ત્યાં સર્વેલન્સ વીડિયો છે, જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતે જોઈ રહ્યા છે અને એનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી આખો ઘટનાક્રમ પર તપાસ કરી રહ્યા છે.



પરિવારજનો અને ચરોતરમાં શોક મગ્ન માહોલ


અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી યુવાનોની લૂંટના ઇરાદે હત્યા કરાતી હોવાના બનાવો વારંવાર બનતા રહે છે. એમાં વધુ એકનો ઉમેરો થયો છે. મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયા હતા. આ ઘટનાની જાણ થતાં આણંદ ખાતે રહેતાં તેમનાં પરિવારજનો અને ચરોતરમાં શોકમગ્ન માહોલ ઊભો થયો છે. મૃતકના નાનાભાઇ અને વિદ્યાનગર ભાજપ શહેર પ્રમુખ તેજસ પટેલ સહિતનાં કેટલાંક પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં હતાં.


અત્રે ઉલ્લેખનીય છે કે સોજીત્રાના નવાઘરામાં રહેતા અને વિદ્યાનગર રહેતા દેવાભાઈના પુત્ર પ્રેયસનું હુલામણું નામ ચીકો હતો. તેઓ અમેરિકાના ન્યૂ પોર્ટ વર્જિનિયા ખાતે રહેતા હતા. જ્યારે અમેરિકામાં તેમને પીટરના નામે ઓળખતા હતા.




0 Response to "અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા લૂંટના ઈરાદે આવેલા અશ્વેતે આણંદના યુવકને પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબી દીધી, મૃતકનો પરિવાર US જવા રવાના"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel