-->
સુરતના વાંસકૂઈમાં મોપેડસવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લીધાં, પ્રોફેસર પુત્રીનું 25થી વધુ ફૂટ ટ્રક નીચે ઢસડાવાથી મોત

સુરતના વાંસકૂઈમાં મોપેડસવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લીધાં, પ્રોફેસર પુત્રીનું 25થી વધુ ફૂટ ટ્રક નીચે ઢસડાવાથી મોત

 

સુરતના વાંસકૂઈમાં મોપેડસવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લીધાં, પ્રોફેસર પુત્રીનું 25થી વધુ ફૂટ ટ્રક નીચે ઢસડાવાથી મોત








વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળીયામાં રહેતી અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે ધામોદલાથી મઢી કામ અર્થે જઇ રહ્યા હતા. ત્યારે સુરતના વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે પાછળથી આવતી બોરવેલની ટ્રકે મોપેડને અડફેટમાં લેતા સ્નેહલતાબેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. 



પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતાં ગુરજીભાઈ ગજાભાઈ ચૌધરી (ઉ.વ.58) 13મી જૂને પોતાની એક્ટીવા (GJ-26-AD-0423) લઈને પોતાની દીકરી સ્નેહલતાબેન ચૌધરી (ઉ.વ.28) સાથે મઢી કામ અર્થે જઇ રહ્યા હતાં. ત્યારે વાંસકૂઈ ગામની સીમમાં ઇન્ડિયન પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપ તરફ ટર્ન લઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવતી બોરવેલની ટ્રક (GJ-03-CL-8341)ના ચાલકે એક્ટીવાને અડફેટમાં લેતા બંને ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.





                                   પિતા સાઈડમાં ફંગોળાઈ ગયા અને દીકરી ટ્રકની નીચે આવી ગઈ.



ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો

અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજા થતાં પુત્રીનું સારવાર દરમિયાન મોત થયુ હતું. જ્યારે પિતા ગુરજીભાઈને ગંભીર ઇજા થતાં સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.







ગામમાં ગમગીની છવાઈ

મારણજનાર સ્નેહલતાબેન ચૌધરી ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને પીએચડી કરી રહ્યાં હતાં. અકસ્માતમાં અકાળે મોત થતાં ગામમાં ગમગીની છવાઈ હતી. ચૌધરી સમાજે એક આશાસ્પદ યુવતી ગુમાવી છે.


                                                      મૃતક સ્નેહલતા પ્રોફેસર તરીકે નોકરી કરી હતી.

0 Response to "સુરતના વાંસકૂઈમાં મોપેડસવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લીધાં, પ્રોફેસર પુત્રીનું 25થી વધુ ફૂટ ટ્રક નીચે ઢસડાવાથી મોત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel