-->
શું તમે ભોજન કર્યા બાદ સ્નાન કરો છો? પેટ બગડશે, શરદી-તાવ અને છાતીમાં બળતરાની સમસ્યાનો કરવા પડશે સામનો

શું તમે ભોજન કર્યા બાદ સ્નાન કરો છો? પેટ બગડશે, શરદી-તાવ અને છાતીમાં બળતરાની સમસ્યાનો કરવા પડશે સામનો

 

શું તમે ભોજન કર્યા બાદ સ્નાન કરો છો? પેટ બગડશે, શરદી-તાવ અને છાતીમાં બળતરાની સમસ્યાનો કરવા પડશે સામનો 






ખાણી-પીણી સાથે આપણી આદતો, રીતિ-રિવાજો, ઓળખ વગેરે જોડાયેલાં છે. જ્યારે આપણે ખોરાકની વાત કરીએ છીએ, ત્યારે તેની સાથે સ્વાસ્થ્યની વાત પણ જોડાયેલી હોય છે. ખાવા-પીવાની ટેવો ખૂબ જ પરંપરાગત હોય છે જેમકે, જમતાં પહેલાં હાથ ધોવા, પલાંઠી વાળી બેસીને જમવું, જમતી વખતે પાણી ના પીવું વગેરે. અમુક બાબતો આ સમયે ટાળવી સંપૂર્ણપણે હિતાવહ છે.


ભોજન કર્યા પછી સ્નાન કરવું યોગ્ય માનવામાં આવતું નથી. આયુર્વેદમાં તેની સખત મનાઈ છે. આયુર્વેદ મુજબ મનુષ્યના રોજીંદા જીવનમાં કઈ ક્રિયા ક્યારે કરવી તેના નિશ્ચિત સમય નક્કી હોય છે. જ્યારે તે આ સમયમર્યાદાની આગળ કે પાછળ રહે ત્યારે સ્વાસ્થ્યને અસર થાય છે. આયુર્વેદ કહે છે કે, ખોરાક ખાધા પછી આવતાં 2 કલાક સુધી સ્નાન ન કરવું જોઈએ.






જમ્યા બાદ પાંચમાંથી એક તત્વ અગ્નિ તત્વ સક્રિય થઈ જાય છે. તેનાથી પાચન માટે રક્ત પરિભ્રમણની ક્રિયાની ગતિ વધી જાય છે, પરંતુ જમ્યા પછી જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે શરીરનું તાપમાન ઘટી જાય છે અને પછી પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે.


મેડિકા હોસ્પિટલ રાંચીના ચીફ ડાયટિશન ડૉ. વિજય શ્રી પ્રસાદ કહે છે કે, ખોરાક ખાધા બાદ નહાવાથી મેટાબોલિઝમ ધીમું પડે છે. શરીરમાં ભોજનનું પાચન યોગ્ય રીતે થાય તે માટે શરીર ગરમ રહે તે જરૂરી છે. ખાવાનું ખાધા પછી જો કોઈ ઠંડુ પાણી પીએ તો પણ પાચનક્રિયામાં ખલેલ પહોંચે છે. રાંચીની રાણી ચિલ્ડ્રન હોસ્પિટલના ડાયરેક્ટર અને પીડિયાટ્રિશિયન ડૉક્ટર રાજેશ કુમારનું કહેવું છે કે, ખાવાનું ખાધા બાદ નહાવું એટલે શરીરને નુકસાન પહોંચાડવું. જ્યારે તમે ખોરાક લો છો, ત્યારે આખા શરીરનું લોહીનું પરિભ્રમણ પેટ તરફ થવા લાગે છે, જેથી ખોરાક પચી શકે. જ્યારે તમે જમ્યાં પછી તરત જ સ્નાન કરો છો ત્યારે આખા શરીરની તાસીર બગડી જાય છે.






0 Response to "શું તમે ભોજન કર્યા બાદ સ્નાન કરો છો? પેટ બગડશે, શરદી-તાવ અને છાતીમાં બળતરાની સમસ્યાનો કરવા પડશે સામનો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel