-->
સુરતમાં ટ્રાવેલ્સની ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં ફર્નિચર સહિતના કાગળ બળીને ખાક

સુરતમાં ટ્રાવેલ્સની ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં ફર્નિચર સહિતના કાગળ બળીને ખાક

 

સુરતમાં ટ્રાવેલ્સની ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં ફર્નિચર સહિતના કાગળ બળીને ખાક




સુરતના દિલ્લી ગેટ વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. બુધવારે મોડી રાતે ટ્રાવેલ્સની ઓફિસમાં શોર્ટસર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી.જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.

બે સ્ટેશનની ગાડીઓ દોડી આવી
ફાયર બ્રિગેટ પાસેથી મળેલી વિગત મુજબ દિલ્હી ગેટ ખાતે ઉના પાણી રોડ પર આવેલી ન્યૂ સાગર ટ્રાવેલ્સ નામની ઓફિસમાં બુધવારે મોડી રાતે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે ત્યાં લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા ઘાંચી શેરી અને મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડી સાથે બહાર ફાયરજવાનો ઘટના સ્થળે ધસી ગયા હતા.

ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવાયો
જોકે ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કરતા અડધોથી પોણો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે બાજુમાં આવેલી ટાયર દુકાન અને બાજુમાં આવેલી અન્ય દુકાન બચી ગઈ હતી. જ્યારે આગને લીધે ઓફિસમાં ફર્નિચર, એ.સી, પંખા, ટેબલ, ખુરશી, વાયરીંગ, જરૂરી કાગળો સહિતની ચીજવસ્તુઓમાં નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ ઈજા જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસર બળવંતસિંહએ જણાવ્યું હતું.


0 Response to "સુરતમાં ટ્રાવેલ્સની ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં ફર્નિચર સહિતના કાગળ બળીને ખાક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel