-->
વડોદરામાં સભા સ્થળે અને રોડ શો દરમિયાન મેડિકલની ટીમો, મોબાઇલ શૌચાલયોની સુવિધા રખાશે

વડોદરામાં સભા સ્થળે અને રોડ શો દરમિયાન મેડિકલની ટીમો, મોબાઇલ શૌચાલયોની સુવિધા રખાશે

 

વડોદરામાં સભા સ્થળે અને રોડ શો દરમિયાન મેડિકલની ટીમો, મોબાઇલ શૌચાલયોની સુવિધા રખાશે




વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.18મી જૂને વડોદરાના આજવા રોડ પર આવેલા લેપ્રસી હોસ્પિટલ મેદાન ખાતે મહિલા અને જનશક્તિ સંમેલનને માર્ગદર્શન આપવાના છે. આ સ્થળે વિરાટ જનસભા માટે સંકલિત વ્યવસ્થાઓ ઊભી કરવા મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા કાયદો,વ્યવસ્થા અને સલામતીલક્ષી કવાયત હાથ ધરવામાં આવી છે.

આ મેગા ઇવેન્ટના સુચારુ આયોજન માટે મુખ્ય સંકલન સમિતિ અને અન્ય પેટા સમિતિઓની રચના કરવામાં આવી છે અને સમિતિઓએ સોંપાયેલી જવાબદારી પ્રમાણે કામગીરી શરૂ કરી દીધી છે. આજે મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર અતુલ ગોરે તમામ સમિતિઓને તેમની જવાબદારીઓ બારિકીથી સમજી લઈને સચોટ રીતે જવાબદારી અદા કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે દરેક સમિતિ,તેની સુચારુ કામગીરી માટે નિર્ધારિત કરવામાં આવેલા ચેક્લિસ્ટ અને એસ.ઓ.પી.પ્રમાણે તેમની જવાબદારી નિભાવવાની રૂપરેખા ઘડી કાઢે અને જ્યાં જરૂર હોય ત્યાં અન્ય વિભાગો સાથે સચોટ સંકલન નિશ્ચિત કરી લે એવો પણ તેમણે અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીનો કાર્યક્રમ સંભવતઃ સવારના દસ વાગ્યા પછી યોજાય એવી શક્યતા છે.મુખ્ય કાર્યક્રમ અગાઉ ગુજરાતની અસ્મિતાના પરિચાયક સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવાનો વિમર્શ કરવામાં આવ્યો હતો. વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેને અનુલક્ષીને કાર્યક્રમ ના સ્થળે 108 સહિત મેડિકલ ટીમોની વ્યવસ્થા રાખવામાં આવશે. ઉનાળાને અનુલક્ષીને બરોડા ડેરીના સહયોગથી છાશ, તેમજ પીવાના પાણીની જગ્યાઓએ તકેદારી રૂપે ઓ.આર.એસ. પેકેટ્સ રાખવામાં આવશે. આ ઉપરાંત લોક સુવિધા માટે સભા સ્થળ નજીક મોબાઈલ શૌચાલયો સહિતની સુવિધાઓ રાખવા અંગે બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે પ્રત્યેક સમિતિની જવાબદારીઓની છણાવટ કરીને સમુચિત વ્યવસ્થાઓનું માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે વુડાના સી. ઈ.ઓ. અશોક પટેલે તાજેતરમાં દાહોદમાં યોજાઈ ગયેલા અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં આયોજિત કાર્યક્રમની વ્યવસ્થાઓ જાણી આયોજન કરવા જણાવ્યું હતું.




0 Response to "વડોદરામાં સભા સ્થળે અને રોડ શો દરમિયાન મેડિકલની ટીમો, મોબાઇલ શૌચાલયોની સુવિધા રખાશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel