સુજની અને હસ્તકલાના બેનમૂન કારીગરોની ઝાંખી, કોટન કિંગ ભરૂચનું રૂ.65.50 કરોડના ખર્ચે નિર્માણ પામશે સ્ટેશન
સુજની અને હસ્તકલાના બેનમૂન કારીગરોની ઝાંખી, કોટન કિંગ ભરૂચનું રૂ.65.50 કરોડના ખર્ચે નિર્માણ પામશે સ્ટેશન
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરીયોજના આગળ વધી રહી છે. બે દિવસ પેહલા જ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત NHSRCLની સાઇટની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટની 31 મે 2022 સુધીની પૂર્ણ થયેલી કામગીરીની માહિતી પ્રદાન કરી હતી. ત્યારે બુલેટ ટ્રેનના ભરૂચ સ્ટેશનનો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો છે. રૂ.65.50 કરોડના ખર્ચે નિર્માણ પામનારૂ આ સ્ટેશન સુજની અને હસ્તકલાના બેનમૂન કારીગરોની ઝાંખી કરાવશે.
રેલવે સ્ટેશનની ડિઝાઇન અને ફર્સ્ટ લુક NHSRCL એ જારી કર્યા
ગુજરાતમાં બુલેટ ટ્રેનના 8 સ્ટેશન અને 2 ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે. સાબરમતી, અમદાવાદ, નડિયાદ/આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપીમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને ડેપોનું નિર્માણ થઈ રહ્યુ છે. લગભગ એક બાદ એક તમામ હાઇસ્પીડ રેલવે સ્ટેશનની ડિઝાઇન અને ફર્સ્ટ લુક NHSRCL એ જારી કરી દીધા છે. હવે અંતમાં રહેલા ભારત દેશની સૌથી પ્રાચીન બીજી નગરી ભરૂચનો બુલેટ ટ્રેન સ્ટેશનનો ફર્સ્ટ લુક જાહેર કરાયો છે. ભરૂચ 2800 વર્ષ કાશી બાદની દેશની સૌથી જૂની નગરી છે. સદીઓ જૂનું દેશ અને દુનિયાનું વ્યાપારિક બંદર અને હાલની ઔદ્યોગિક નગરી છે.
0 Response to "સુજની અને હસ્તકલાના બેનમૂન કારીગરોની ઝાંખી, કોટન કિંગ ભરૂચનું રૂ.65.50 કરોડના ખર્ચે નિર્માણ પામશે સ્ટેશન"
ટિપ્પણી પોસ્ટ કરો