-->
ભરૂચમાં પ્રિમોન્સૂનની કામગીરીમાં કાંસની સફાઇ કરતાં દારૂની ખાલી બોટલો નીકળી

ભરૂચમાં પ્રિમોન્સૂનની કામગીરીમાં કાંસની સફાઇ કરતાં દારૂની ખાલી બોટલો નીકળી

 

ભરૂચમાં પ્રિમોન્સૂનની કામગીરીમાં કાંસની સફાઇ કરતાં દારૂની ખાલી બોટલો નીકળી






ચોમાસાની શરૂઆતનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે ભરૂચન નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રિમોન્સુનની કામગીરી પણ પુર્ણ થવાને આરે છે. શહેરની 27 વરસાદી કાંસોની સફાઇ સહિત આંતરિક ભરચક ગટરો સહિતની સફાઇની કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં પાલિકાએ 7 જેસીબી, એક પોકલેન્ડ તેમજ કચરો વહન કરવા રોજ 4થી 5 ટ્રકની મદદથી 22 વરસાદી કાંસોની સફાઇ પુર્ણ કરી દીધી છે. અત્યાર સુધીમાં 50 ટનથી વધુ કચરો અન્યત્ર ઠલવાયો છે.

ભરૂચમાં આગામી ચોમાસાને અનુલક્ષીને વરસાદી પાણીના નિકાલના માટે ભરૂચ સેવા સદન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં આવેલા નાળા,ગટર જેવા કાંસને જેસીબી દ્વારા દૂર કરી સફાઇ હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગો તથા સોસાયટીની આંતરિક ગટરને આવરી લેવા સહિતનું અભિયાન કામગીરી દરમિયાન પૂર્ણ કરવામાં આવશે.આ વર્ષે ચોમાસાનું વેહલું આગમન થવાના એંધાણ છે.ત્યારે વરસાદી મોસમ અને પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


અસરગ્રસ્ત વિસ્તારો સહિત કેનાલ,નાળા,ગટર જેવી આંતરિક વિસ્તારોમાં કાંસ સફાઈ કરવાની તાકીદની સૂચના પાઠવવામાં આવતાં ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે.છેલ્લા દિવસે સુધી કોઈ અવ્યવસ્થા પહોંચે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરીને દર વર્ષે સર્જાતી સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખી છે. છાશવારે ઉભરાતી ભરચક વિસ્તાની ગટર ધરાવતા સ્થળોને પ્રાધાન્ય આપવામાં આવીને પ્રિ-મોન્સૂન કામગીરી કાર્યરત કરવા 7 જેસીબી, એેક પોકલેન્ડ, 4થી 5 ટ્રેક્ટર-ટ્રક, શ્રમિક વર્ગ સાથે પાલિકાની ટીમ સજ્જ બની છે.


સદર કામગિરી અંગે પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પાલિકાના વિસ્તારમાં આવેલી તમામ નાની મોટી ગટરોની સફાઈ કામગીરી જ્યાં મશીન પહોંચી વળે ત્યાં શ્રમિકો દ્વારા સફાઈ કરાશે.પાલિકા વિસ્તારમાં 27 કાંસો આવેલી છે તેમાંથી અત્યાર સુધી 22 કાંસોની સફાઈ કરાય ગઈ છે.જયારે અમુક મોટી કાંસોમાં જેસીબી નહિ ચાલતા હોવાથી પોકલેંડ મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.પ્રિ-મોન્સૂન કામગીરી પુરી કરી દેવામાં આવશે જેથી શહેરીજનોને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ પડે નહીં.


લોકો કચરા પેટીમાં જ કચરો નાંખે, પાલિકાની અપીલ

વરસાદી કાંસ તેમજ મોટી ગટરોની સફાઇ કરવામાં આવતાં સફાઇ કર્મીઓ પણ ચોંકી ગયાં હતાં. લોકોએ ગટર-કાંસમાં સેનેટરી પેડ, દારૂની બોટલો તેમજ ગોદડા-ચાદર સહિત કચરો ભરેલી પ્લાસ્ટિકની થેલીઓનો વિપુલ જથ્થો કાઢ્યો હતો. પ્રજા દ્વારા આ પ્રકારની સામગ્રી ગટર-વરસાદી કાંસમાં નાંખવાને બદલે પાલિકાની કચરા પેટીમાં નાંખવામાં આવે તો કાંસ-ગટર ચોકઅપ થવાનો પ્રશ્ન મહદ અંશે ઘટી જાય તેમ પાલિકા કર્મીઓએ જણાવ્યું હતું.


0 Response to "ભરૂચમાં પ્રિમોન્સૂનની કામગીરીમાં કાંસની સફાઇ કરતાં દારૂની ખાલી બોટલો નીકળી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel