-->
રિક્ષામાં વિદેશી દારૃની બોટલો લઇને જતી મહિલા પકડાઇ

રિક્ષામાં વિદેશી દારૃની બોટલો લઇને જતી મહિલા પકડાઇ

 

રિક્ષામાં વિદેશી દારૃની બોટલો લઇને જતી મહિલા પકડાઇ




દારૃ અને રિક્ષા મળીને ૮૪ હજાર ઉપરાંતની મત્તા કબજે લેતી પોલીસ


રિક્ષામાં વિદેશી દારૃની બોટલો લઇને જતી મહિલા અને રિક્ષા ડ્રાયવર સામે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,એક રિક્ષા પોલોગ્રાઉન્ડ થી બગીખાના તરફ વિદેશી દારૃનો જથ્થો લઇને જવાની છે.જેથી,પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી.સાંજે સાડા સાત વાગ્યે એક રિક્ષા આવતા તેને ઉભી રાખી તપાસ કરી હતી.રિક્ષાની પાછળની સીટ પર એક મહિલા બેઠી હતી.તેમની પાછળ લગેજ મૂકવાની જગ્યાએ કાપડની થેલીઓ હતી.તે થેલીઓમાં ચેક કરતા વિદેશી દારૃની ૫૮ બોટલ કિંમત રૃપિયા ૩૦,૪૫૦ ની મળી આવી હતી.જેથી,પોલીસે રિક્ષા ડ્રાયવર આરીફઅલી ઇસરારઅલી પઠાણ (રહે.વુડાના મકાનમાં, માણેજા) તથા પાછળની સીટ પર બેસેલી મહિલા માનસી પ્રિતેશભાઇ દરજી (રહે.શિવાલય એવન્યુ, સલાટવાડા)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે દારૃ અને રિક્ષા મળીને કુલ રૃપિયા૮૪,૪૫૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.

0 Response to "રિક્ષામાં વિદેશી દારૃની બોટલો લઇને જતી મહિલા પકડાઇ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel