-->
આજનું ભવિષ્ય તા.5-6-2022, રવિવાર

આજનું ભવિષ્ય તા.5-6-2022, રવિવાર

 

આજનું ભવિષ્ય તા.5-6-2022, રવિવાર



મેષ : બપોર સુધી આપને કામમાં સાનુકૂળતા મળી રહે. પરંતુ તે પછી આપને કાર્યમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. ચિંતા જણાય.

વૃષભ : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે આપને વ્યસ્તતા-દોડધામ રહે. બપોર પછી નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય.

મિથુન : દિવસના પ્રારંભે આપને ઉચાટ-ઉદ્વેગ રહે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.

કર્ક : આપને દિવસના પ્રારંભે દોડધામ-ચિંતા રહે. સરકારી-ખાતાકીય કામમાં મુશ્કેલી જણાય. બપોર પછી તકલીફમાં રાહત રહે.

સિંહ : દિવસના પ્રારંભે કામમાં હર્ષ-લાભ રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં મુશ્કેલીનો અનુભવ

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે કોઇ ને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. દોડધામ-શ્રમ જણાય. બપોર પછી થોડી રાહત થાય.

તુલા : દેશ-પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. આપના કાર્યમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર રહે તેમ છતાં દોડધામ રહે.

વૃશ્ચિક : કામમાં પ્રતિકૂળતાથી શરૂ થયેલો દિવસ જેમ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિનો અનુભવ થતો જાય.

ધન : દિવસના પ્રારંભે આપના કાર્યમાં સરળતા જણાય પરંતુ બપોર પછી કામમાં કોઇને કોઇ તકલીફ અનુભવાય. વાહન ધીરે ચલાવવું.

મકર : આપના કામની સાથે અન્યના કામ આવી જતાં આપની દોડધામ વધે પરંતુ ધીમે-ધીમે કાર્યનો ઉકેલ આવતા રાહત થતી જાય.

કુંભ : આપના કાર્યમાં સાનુકૂળતાથી દિવસનો પ્રારંભ થાય. દિવસ પસાર થતો જાય તેમ કામ અંગેની દોડધામમાં વધારો થાય.

મીન : ચિંતા-ઉચાટ સાથે દિવસની શરૂઆત થાય. પરંતુ દિવસ પસાર થતો જાય તેમ આપના ચિંતા-ઉચાટમાં રાહત થતી જાય.







0 Response to "આજનું ભવિષ્ય તા.5-6-2022, રવિવાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel