સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયથી અમૂલ અને પારલે જેવી કંપનીઓની મુશ્કેલી વધશે; Frooti અને Appy જેવી બ્રાન્ડ શું કરશે?
સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયથી અમૂલ અને પારલે જેવી કંપનીઓની મુશ્કેલી વધશે; Frooti અને Appy જેવી બ્રાન્ડ શું કરશે?
સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે ?
સિંગલ-યુઝ પ્લાસ્ટિક, જેમ કે નામથી જ સ્પષ્ટ થાય છે કે તે એક એવી પ્રોડક્ટ્ છે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે. તેનો સરળતાથી નિકાલ થઈ શકતો નથી. તેમજ તેને રિસાયકલ કરી શકાતું નથી. આ જ કારણ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રદૂષણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકની આ વસ્તુઓ પર 1 જુલાઈથી પ્રતિબંધ મૂકવામાં આવશે. આમાં 100 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક બેનરોનો સમાવેશ થાય છે. ફુગ્ગા, ધ્વજ, કેન્ડી, ઈયર બડ્સ સ્ટીક્સ અને મિઠાઈના બોક્સમાં વપરાતા ક્લીંગ રેપનો પણ સમાવેશ થાય છે. આટલું જ નહીં, કેન્દ્ર સરકારે કહ્યું છે કે 120 માઈક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિકની થેલીઓ પર પણ 31 ડિસેમ્બર, 2022થી પ્રતિબંધ લગાવવામાં આવશે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ શા માટે જરુરી છે?
દેશમાં પ્રદૂષણ ફેલાવવાનું સૌથી મોટું પરિબળ પ્લાસ્ટિકનો કચરો છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, દેશમાં 2018-19માં 30.59લાખ ટન પ્લાસ્ટિક કચરો અને 2019-20માં 34 લાખ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો પેદા થયો હતો. પ્લાસ્ટિક ન તો વિઘટિત થઈ શકે છે અને ન તો તેને સળગાવી શકાય છે, કારણ કે તે ઝેરી ધુમાડો અને હાનિકારક વાયુઓ છોડે છે. આવી સ્થિતિમાં, રિસાયક્લિંગ સિવાય સ્ટોરેજ કરવાનો જ એકમાત્ર રસ્તો છે.
પ્લાસ્ટિક જુદા જુદા માર્ગો દ્વારા નદી અને સમુદ્ર સુધી પહોંચે છે. એટલું જ નહીં, પ્લાસ્ટિક સૂક્ષ્મ કણોમાં તૂટીને પાણીમાં પણ ભળી જાય છે, જેને આપણે માઇક્રોપ્લાસ્ટિક કહીએ છીએ. આવી સ્થિતિમાં નદી અને દરિયાનું પાણી પણ પ્રદૂષિત થાય છે. આ જ કારણ છે કે પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવીને ભારત તેના પ્લાસ્ટિક કચરાના ઉત્પાદનના આંકડાને ઘટાડી શકશે.
શા માટે અમૂલ અને પારલે જેવી કંપનીઓ પ્રતિબંધનો વિરોધ કરી રહી છે ?
અમૂલ અને પારલે જેવી મોટી કંપનીઓ 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો વિરોધ કરી રહી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અમૂલ કંપનીની ફ્રુટી અને એપ્પી સહિતની 10 પ્રોડક્ટ્સ માટે દરરોજ 15 થી 20 લાખ પ્લાસ્ટિક સ્ટ્રોની જરૂર પડે છે. એ જ રીતે પારલે એગ્રો અને ડાબર જેવી કંપનીઓને પણ દરરોજ લાખો સ્ટ્રોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, આ કંપનીઓ આ 3 કારણોસર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો વિરોધ કરી રહી છે…
1. કાગળના સ્ટ્રો સરળતાથી ઉપલબ્ધ થતું નથી.
2. પ્લાસ્ટિક સ્ટ્રો કરતાં કાગળના સ્ટ્રોની કિંમત 5 થી 7 ગણી વધારે છે.
3. પેપર સ્ટ્રો બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે થોડો સમય આપવાની માંગ કરવી.
પારલે, ડાબર અને અમૂલ જેવી મોટી પીણા કંપનીઓનું સંગઠન એક્શન એલાયન્સ ફોર રિસાયક્લિંગ બેવરેજ કાર્ટન્સ એટલે કે AARCનાં ચીફ એક્ઝિક્યુટિવ પ્રવીણ અગ્રવાલે કહ્યું, “મને તે વાતની ચિંતા છે કે આ પ્રતિબંધ માંગની ટોચની સીઝનમાં આવી રહ્યો છે. જેનાથી ગ્રાહકોને પણ મુશ્કેલીઓ થશે. કંપનીઓ 5 થી 7 ગણી વધુ કિંમત ચૂકવીને પ્લાસ્ટિક સ્ટ્રો ખરીદવા તૈયાર છે, પરંતુ તે બજારમાં ઉપલબ્ધ નથી.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શું છે?
જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, ત્યારે વિવિધ વસ્તુઓ માટે વિવિધ વિકલ્પો હોઈ શકે છે. જેમ કે પ્લાસ્ટિકનાં સ્ટ્રોના બદલે કાગળના સ્ટ્રો. એ જ રીતે, વાંસમાંથી બનેલી ઈયર બડ્સ સ્ટિક, વાંસમાંથી બનેલી આઈસ્ક્રીમની સ્ટિક, કાગળ અને કાપડમાંથી બનેલા ઝંડા, પરંપરાગત માટીના વાસણો વગેરેનો સિંગલ યુઝ પ્લાસ્ટિકની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે.
પર્યાવરણ નિષ્ણાતો માને છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ ત્યારે જ સફળ થશે જ્યારે સામાન્ય લોકોમાં આ અંગે જાગૃતિ આવશે અને લોકો સમક્ષ સિંગલ યુઝ પ્લાસ્ટિકના અન્ય વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ. આ સાથે કોઈપણ વસ્તુમાં એવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ જે સરળતાથી રિસાયકલ કરી શકાય.
ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશે પણ 2002માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્યા, UK, તાઈવાન, ન્યુઝીલેન્ડ, કેનેડા, ફ્રાન્સ અને અમેરિકામાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કેટલીક શરતો સાથે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

0 Response to "સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયથી અમૂલ અને પારલે જેવી કંપનીઓની મુશ્કેલી વધશે; Frooti અને Appy જેવી બ્રાન્ડ શું કરશે?"
ટિપ્પણી પોસ્ટ કરો