-->
જેઠ સુદ પૂનમનો રૂડો અવસર અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, થોડીવારમાં ભગવાનના ગજવેશના દર્શન થશે

જેઠ સુદ પૂનમનો રૂડો અવસર અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, થોડીવારમાં ભગવાનના ગજવેશના દર્શન થશે

 

જેઠ સુદ પૂનમનો રૂડો અવસર અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, થોડીવારમાં ભગવાનના ગજવેશના દર્શન થશે

















અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા નીકળી હતી.આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી. આ જળયાત્રા મીની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. થોડીવારમાં ભગવાનની શોડષોપચાર પૂજા શરૂ થશે. બાદમાં ભગવાનને ગજવેશનો શણગાર કરાવવામાં આવશે.






જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઊઠ્યું

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ દિલીપદાસજી મહારાજ સાથે ગંગા પૂજનમાં બેઠા હતા. સાબરમતી નદીના મધ્ય ભાગમાંથી જળ ભરવામાં આવ્યું હતું.હવે ભગવાન જગન્નાથની જળયાત્રા નિજમંદિરે પરત ફરી છે.


જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે


108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક શરૂ થયો છે. થોડીવારમાં ભગવાનની શોડષોપચાર પૂજા શરૂ થશે. ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઊઠ્યું છે. ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે.







સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન


કોરોના મહામારીને કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું નહોતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલાં મહત્ત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ આજે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા વરઘોડા રૂપે પહોંચી હતી.







ગૃહમંત્રી હર્ષ સંઘવી, દિલિપદાસજી મહારાજ, પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પૂજામાં ભાગ લીધો હતો

0 Response to "જેઠ સુદ પૂનમનો રૂડો અવસર અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, થોડીવારમાં ભગવાનના ગજવેશના દર્શન થશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel