-->
IND vs SA, પહેલી T20 કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત થતાં સિરીઝની બહાર, રોહિતના આરામ મુદ્દે પૂર્વ ક્રિકેટર ભડક્યો; હાર્દિકનું પ્રમોશન થયું

IND vs SA, પહેલી T20 કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત થતાં સિરીઝની બહાર, રોહિતના આરામ મુદ્દે પૂર્વ ક્રિકેટર ભડક્યો; હાર્દિકનું પ્રમોશન થયું

 

IND vs SA, પહેલી T20 કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત થતાં સિરીઝની બહાર, રોહિતના આરામ મુદ્દે પૂર્વ ક્રિકેટર ભડક્યો; હાર્દિકનું પ્રમોશન થયું








આજે ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમમાં વિરાટ-રોહિતની ગેરહાજરીમાં કે.એલ. રાહુલને આ સિરીઝ માટે કેપ્ટન પસંદ કરાયો હતો. એવામાં હવે રાહુલ ઈજાગ્રસ્ત થઈ જતાં ટીમથી બહાર થઈ ગયો છે. આની સાથે ટીમમાં કમબેક કરી રહેલો કુલદીપ યાદવ પણ આખી સિરીઝથી બહાર થઈ ગયો છે. તો ચાલો.. આપણે ટીમના નવા કેપ્ટન અને વાઈસ-કેપ્ટન કોણ બન્યા એનાથી લઈ પૂર્વ ક્રિકેટરનાં નિવેદનો પર નજર કરીએ..


પંતની સાથે પંડ્યાનું પ્રમોશન

ઈન્ડિયન ટીમની યુવા બ્રિગેડને હવે રિષભ પંત કેપ્ટન તરીકે લીડ કરશે. ત્યારે બીજી બાજુ વાઈસ-કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પાંચ T20 મેચની સિરીઝ ભારતમાં રમાશે, જે આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા મહત્ત્વપૂર્ણ રહેશે.


રોહિત શર્મા સિરીઝથી આરામ કરતાં પૂર્વ ક્રિકેટર નારાજ



દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરી મુદ્દે પૂર્વ ક્રિકેટર આર.પી. સિંહે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું હતં કે રોહિત એક જવાબદાર ખેલાડી છે અને એક કેપ્ટન તરીકે તેને આવી રીતે આરામ ન કરવો જોઈએ. જો તેને આરામ અપાયો હોય તોપણ રોહિતે મેનેજમેન્ટ સાથે વાતચીત કરવી જોઈએ, કારણ કે આ સિરીઝ 5 મેચની છે અને એક કેપ્ટન તરીકે આ સ્કિપ કરવી ઘણી ચર્ચાસ્પદ રહી શકે છે.



0 Response to "IND vs SA, પહેલી T20 કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત થતાં સિરીઝની બહાર, રોહિતના આરામ મુદ્દે પૂર્વ ક્રિકેટર ભડક્યો; હાર્દિકનું પ્રમોશન થયું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel