-->
જો બાઇડનનું બેલેન્સ બગડ્યું પ્લેનની સીડીઓ ચડતી વખતે અમેરિકન રાષ્ટ્રપતિનો પગ લપસ્યો, સાઇડ રેલિંગ પકડી બેલેન્સ જાળવ્યું

જો બાઇડનનું બેલેન્સ બગડ્યું પ્લેનની સીડીઓ ચડતી વખતે અમેરિકન રાષ્ટ્રપતિનો પગ લપસ્યો, સાઇડ રેલિંગ પકડી બેલેન્સ જાળવ્યું

 

જો બાઇડનનું બેલેન્સ બગડ્યુંપ્લેનની સીડીઓ ચડતી વખતે અમેરિકન રાષ્ટ્રપતિનો પગ લપસ્યો, સાઇડ રેલિંગ પકડી બેલેન્સ જાળવ્યું









અમેરિકન રાષ્ટ્રપતિ  બાઈડન પ્લેનની સીડીઓ ચડતી વખતે લપસી જતા હોય એવું દેખાય છે. જોકે બાઈડને સીડીઓની રેલિંગ પકડીને પોતાની જાતને સંભાળી લીધા અને સારી વાત એ રહી કે તેમને કોઈ ઈજા ના થઈ.


હકીકતમાં રાષ્ટ્રપતિ જો બાઈડન એક ટીવી શોમાં ઈન્ટરવ્યુ માટે લોસ એન્જલસ જતા હતા. લોસ એન્જલસ જવા માટે તેઓ એરફોર્સ વનની સીડીઓ ચડતા હતા ત્યારે જ તેમનું બેલેન્સ ગયું અને તેઓ સીડીઓ પર લપસવા જેવા થઈ ગયા. તેઓ સીડીની સાઈડની રેલિંગ પકડીને તેમનું બેલેન્સ જાળવી રહ્યા છે. પોતાને સંભાળ્યા પછી તેઓ પ્લેનમાં જઈને બેસી જાય છે.


પહેલાં પણ બાઈડનનું બેલેન્સ બગડ્યું હતું


આ પહેલાં 2021માં પણ જો બાઈડન સાથે આવી દુર્ઘટના થઈ હતી. ત્યારે તેઓ એટલાન્ટાની મુલાકાતે જતા હતા. ત્યાં તેમને એશિયાઈ-અમેરિકન સમુદાય સાથે મુલાકાત કરવાની હતી. આ દરમિયાન પણ તેમનો પગ લપસ્યો હતો.


અમેરિકાના પ્રેસિડન્ટ ઉંમરમાં સૌથી મોટા

બાઈડન અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળનારા સૌથી મોટી ઉંમરના નેતા છે. 79 વર્ષના ડેમોક્રેટ નેતાએ 20 જાન્યુઆરી 2021ના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. તેમણે રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકન સત્તા મેળવી છે. આ પહેલાં નવેમ્બર 2020માં બાઈડનના ડાબા પગ પર હેરલાઈન ફ્રેક્ચર થઈ ગયું હતું. તેઓ તેમના કૂતરા સાથે રમતા હતા એ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી.



0 Response to "જો બાઇડનનું બેલેન્સ બગડ્યું પ્લેનની સીડીઓ ચડતી વખતે અમેરિકન રાષ્ટ્રપતિનો પગ લપસ્યો, સાઇડ રેલિંગ પકડી બેલેન્સ જાળવ્યું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel