સુરતમાં ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારૂઓએ 1.92 લાખની લૂંટ ચલાવી
સુરતમાં ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારૂઓએ 1.92 લાખની લૂંટ ચલાવી
પીછો કરીને ATMમાં આવ્યા
સચીન જીઆઇડીસી વિસ્તારમાં ગઇકાલ રાતે 9:50 વાગે ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચૌરસીયા (ઉ.વ.27) વરાછા કો-ઓપરેટિવ બેન્કના ATM સેન્ટરમાં પ્રવેશે છે. બેગમાં રૂપિયા ભરીને ATMમાં પ્રવેશ કરતાંની સાથે અન્ય ત્રણ ઈસમો જાણે તેનો પીછો કરતા હોય અને બેગમાં રકમ મોટી છે. તે પ્રકારની માહિતી હોય તે રીતે અંદર પ્રવેશે છે. યુવક જ્યારે ATM તરફ મો રાખીને ઊભો રહેતો હોય છે. ત્યારે તેની પાછળ ત્રણ ઈસમો આવીને ઊભા રહી જાય છે. યુવકની પાછળ યુવકો ઉભા રહેતા તેનો અંદાજ આવી ગયો હતો કે, તેઓ બદ ઇરાદાથી ATM કેબિનમાં પ્રવેશ્યા છે. યુવક પોતાનો બચાવ કરે તે પહેલાં જ તેમણે તિક્ષણ હથિયાર કાઢીને તેની બેગમાંથી રહેલી રોકડ રકમ લૂંટી લઇ ફરાર થઈ ગયા હતા.
CCTVના આધારે તપાસ
લૂંટની જે ઘટના બની છે. તેના સીસીટીવી સામે આવ્યા બાદ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઇ જાણભેદુ દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. યુવક પાસે મોટા પ્રમાણમાં રકમ છે. એ બાબતની તેમને જાણ હોઈ શકે છે. હાલ CCTVના આધારે સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોધી લૂંટારાના પગેરું મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

0 Response to "સુરતમાં ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારૂઓએ 1.92 લાખની લૂંટ ચલાવી"
ટિપ્પણી પોસ્ટ કરો