-->
સુરતમાં ધીમી ગતિે કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક, કોન્ટેક્ટ ટ્રેસિંગ સહિત રેપિડ ટેસ્ટ વધારવાની તૈયારી

સુરતમાં ધીમી ગતિે કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક, કોન્ટેક્ટ ટ્રેસિંગ સહિત રેપિડ ટેસ્ટ વધારવાની તૈયારી

 

સુરતમાં ધીમી ગતિે કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક, કોન્ટેક્ટ ટ્રેસિંગ સહિત રેપિડ ટેસ્ટ વધારવાની તૈયારી




સુરતના શહેરી વિસ્તારોમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થતાં પાલિકાના આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સુરતમાં પ્રતિદિવસ સાતથી આઠ જેટલા કેસ કોરોના પોઝિટિવ આવતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી ફરી એક વખત પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ એકથી બીજામાં ન ફેલાય તે માટે પોઝિટિવ આવતા દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે કેસોનું પ્રમાણ વધતા આગામી દિવસોમાં કોરોના ટેસ્ટ માટેની મોબાઇલ વાન શરૂ કરવા અંગેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે .

વેક્સિન લેવા પર ભાર મુકાયો
આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ એક્શન ટીમ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોને વેક્સિન લઈ લેવા માટેની અપીલ કરવામાં આવી છે. હમણાં સુધી પ્રતિદિવસ આઠ કેસો આવી રહ્યા છે. જે પૈકીના ત્રણ જેટલા બાળકોનો સમાવેશ થાય છે. જે પૈકીના તમામ પોઝિટિવ દર્દીઓ વેક્સિનેટેડ હોવાનું જાણવા મળે છે. શહેરના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ આરોગ્ય વિભાગે સંપર્ક શરૂ કર્યો છે. જેથી કરીને કોરોનાના કેસો વધુ થાય તો પણ યોગ્ય સારવાર દર્દીઓને મળી રહે.


પાલિકા દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે
ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, કોર્પોરેશન હાલ જેટલા પણ કોરોના એક્ટિવ કેસો છે. તે તમામની હિસ્ટ્રી અને ટ્રેસિંગ કરીને તેમની આસપાસના લોકોના પણ રેપિડ ટેસ્ટ કરાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ હંમેશા પરિસ્થિતિ વિપરીત થાય તે પહેલા તેને નિયંત્રણમાં લેવા માટેની કામગીરી કરવામાં સતર્ક રહે છે. ફરી એક વખત જે લોકોના વેક્સિનના ડોઝ બાકી છે. તે નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી લે તે જરૂરી છે. પ્રિકોશન સહિતના ડોઝ લઈને પોતાને સુરક્ષિત કરી લેવાની જરૂરિયાત છે. આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખીને બેઠી છે. અત્યાર સુધીના અનુભવના આધારે તમામ પગલાં લેવાના શરૂ કર્યા છે.


0 Response to "સુરતમાં ધીમી ગતિે કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક, કોન્ટેક્ટ ટ્રેસિંગ સહિત રેપિડ ટેસ્ટ વધારવાની તૈયારી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel