-->
IND vs SA T20: ભારતના બેટ્સમેનોની તોફાની ઇનિંગ, આફ્રીકા વિરૂદ્ધ ખડક્યો રનનો ઢગલો

IND vs SA T20: ભારતના બેટ્સમેનોની તોફાની ઇનિંગ, આફ્રીકા વિરૂદ્ધ ખડક્યો રનનો ઢગલો


IND vs SA T20: ભારતના બેટ્સમેનોની તોફાની ઇનિંગ, આફ્રીકા વિરૂદ્ધ ખડક્યો રનનો ઢગલો



દિલ્હીના અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે સીરીઝની પ્રથમ ટી20 મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમની કમાન વિકેટકિપર અને બેટ્સમેન ઋષભ પંત પાસે છે જ્યારે તેંબા બાવુમા દક્ષિણ આફ્રીકાની કેપ્ટનશિપ સંભાળી રહ્યા છે.

ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે ટી20 ની સીરીઝની પ્રથમ મેચ દિલ્હીમાં રમાઇ રહી છે. જેમાં સાઉથ આફ્રીકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લેવાનો નિર્ણય કર્યો છે. ભારતના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને આઇપીએલ 2022 માં કમાલનું પ્રદર્શન કર્યું હતું જેને ટીમમાં ચાન્સ મળવાની સંભાવના હતી. પરંતુ આ વખતે તક મળી નથી. ત્યારે અર્શદીપ સિંહને પણ પ્લેઇંગ ઇલેવનમાં થયો નથી. 


ભારતીય કેપ્ટન ઋષભ પંતે ટોસ હાર્યા બાદ કહ્યું કે આ એક સારી પીચ છે. પ્રથમ બેટીંગ કરવામાં અમને કોઇ સમસ્યા નડશે નહી. હાં પરંતુ હું ટોસ જીતતો તો પહેલાં બેટીંગ પસંદ કરત.


દિલ્હીના અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે સીરીઝની પ્રથમ ટી20 મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમની કમાન વિકેટકિપર અને બેટ્સમેન ઋષભ પંત પાસે છે જ્યારે તેંબા બાવુમા દક્ષિણ આફ્રીકાની કેપ્ટનશિપ સંભાળી રહ્યા છે.


તેંબા બામુઆએ જણાવ્યું હતું કે એડન માર્કરામ કોવિડ 19 પોઝિટિવ થયા છે. તે આ મેચ દરમિયાન પણ રમી શકશે નહી. તેમની જગ્યાએ ટ્રિસ્ટન સ્ટબ્સને તક આપવામાં આવી છે. જે આ મેચથી ડેબ્યૂ કરશે. 


ભારતે બનાવ્યા 211 રન 

ભારત માટે ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશને મજબૂત શરૂઆત અપાવી. ઇશાન કિશને શાનદાર 76 રન, ઋતુરાજ ગાયકવાડે 23 રન, શ્રેયસ ઐય્યરે 36 રનનું યોગદાન આપ્યું. ઋષભ પંતે 29 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવર્સમાં 12 બોલમાં 31 રન બનાવ્યા. 


ઐય્યર પણ પરત ફર્યા

ટીમ ઇન્ડીયાના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ આઉટ થયા છે. ઐય્યર 36 રન બનાવીને બોલ્ડ થયા છે. 17 ઓવર બાદ ટીમ ઇન્ડીયાનો સ્કોર 3 વિકેટ 173 રન. 


16 ઓવર બાદ ટીમ ઇન્ડીયાનો સ્કોર

16 ઓવર બાદ ટીમ ઇન્ડીયાનો સ્કોર 156 રન પર 2 વિકેટ છે. શ્રેયર ઐય્યર 36 અને કેપ્ટન પંત 9 રન બનાવીને રમી રહ્યા છે. ટીમ ઇન્ડીયા એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. 


આગ ઓકી આઉટ થયા ઇશાન

ઇશાન કિશન સાઉથ આફ્રીકા વિરૂદ્ધ સારું પ્રદર્શન કરી આઉટ થયા છે. ઇશાને 48 બોલમાં 76 રન ફટકાર્યા છે. ઇશાને 11 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી છે. 


ઇશાનની ફિફ્ટી પુરી

પ્રથમ વિકેટ પડ્યા બાદ પણ ટીમ ઇન્ડીયા પર ખાસ અસર પડી નહી. ભારતીય ટીમ માટે આ મેચમાં ઓપનિંગ કરવા માટે કિશને હાફ સેન્ચુરી ફટકારી છે. તો બીજી તરફ શ્રેયસ ઐય્યર પણ જામી ગયા છે. 11 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 112 રન પર એક વિકેટ. ઇશાન 53 અને શ્રેયસ 26 રન બનાવીને રમી રહ્યા છે. 


ઋતુરાજે ફરી કર્યા નિરાશ!

ટીમ ઇન્ડીયા માટે આ મેચમાં ઓપનિંગ કરવા આવેલા ઋતુરાજ ગાયકવાડ સારી શરૂઆત બાદ આઉટ થઇ ગયા છે. ગાયકવાડ 15 બોલમાં 23 રન બનાવીને આઉટ થઇ ગયા છે. તેમની વિકેટ વેન પર્નલે લીધી. 7 ઓવરમાં ટીમ ઇન્ડીયાનો સ્કોર 63 પર એક વિકેટ. 


ભારતીય ટીમની સારી શરૂઆત

સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ભારતીય ટીમે સારી શરૂઆત કરી છે. પહેલી 6 ઓવરમાં ભારતીય ટીમે 51 રન બનાવીને કોઇ વિકેટ ગુમાવી નથી. ટીમ ઇન્ડીયા તરફથી ઇશાન કિશન 26 અને ઋતુરાજ ગાયકવાડ 17 રન બનાવીને રમી રહ્યા છે. 


ટીમ ઇન્ડીયાની બેટીંગ શરૂ

સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ટીમ ઇન્ડીયાની બેટીંગ શરૂ થઇ ગઇ છે. ટીમ ઇન્ડીયા તરફથી ઇશાન કિશાન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા માટે આવ્યા છે. પહેલી ઓવરમાં ટીમ ઇન્ડીયા વિકેટ ગુમાવ્યા વિના 13 રન બનાવી ચૂકી છે. 


ભારતની T20 ટીમ: 

ઋષભ પંત (કેપ્ટન, વિકેટકિપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ ઐય્યર, દિનેશ કાર્તિક, વેંકટેશ ઐયર, યુજવેંદ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ અને ઉમરાન ખાન


0 Response to "IND vs SA T20: ભારતના બેટ્સમેનોની તોફાની ઇનિંગ, આફ્રીકા વિરૂદ્ધ ખડક્યો રનનો ઢગલો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel