આજનું ભવિષ્ય તા.10-6-2022, શુક્રવાર
આજનું ભવિષ્ય તા.10-6-2022, શુક્રવાર
મેષ : આપના કાર્યની સાથે બીજુ કોઈ કામ આવી જતાં આપના કાર્યભારમાં દોડધામમાં વધારો જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.
વૃષભ : આપને પરદેશના કામમાં, તે અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા સફળતા મળી રહે. સંતાનના પ્રશ્ને ચિંતા ઉચાટ ઓછા થાય.
મિથુન : આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. અનિચ્છાએ પણ આપે કામમાં વ્યસ્ત રહેવું પડે. ઉતાવળમાં ભૂલ ના થાય તે જોવું.
કર્ક : આપને ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગના સાથ-સહકારથી કામમાં સરળતા-સાનુકુળતા રહે. ધંધામાં ઘરાકી આવી જાય.
સિંહ : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે. કુટુંબ-પરિવારનો સાથ રહે.
કન્યા : આપને મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. જાહેરક્ષેત્રના કામ અંગે, રાજકીય સરકારી કામ અંગે દોડધામ - વ્યસ્તતા રહે.
તુલા : આપની ગણત્રી ધારણ પ્રમાણેનું કામ ન થવાને લીધે ઉચાટ- ઉદ્વેગ અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્ચિક : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.
ધન : જમીન- મકાન- વાહનની લે-વેચના કાર્યમાં ઉતાવળ ન કરવી. મિત્રવર્ગના સાથ-સહકારથી કામમાં રાહત મળી રહે.
મકર : પરદેશના કામમાં સાનુકુળતા રહે. નોકરી-ધંધાના કામકાજ અર્થે બહાર કે બહાગામ જવાનું બને. અડોશ-પડોશનું કામ રહે.
કુંભ : કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય. ઉતાવળમાં આવીને કોઇ કાર્ય કરવું નહીં. નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું.
મીન : આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહેતા રાહત જણાય. નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
0 Response to "આજનું ભવિષ્ય તા.10-6-2022, શુક્રવાર"
ટિપ્પણી પોસ્ટ કરો