-->
નવસારી માં PM મોદીવડાપ્રધાન ખુડવેલ ખાતે પહોંચ્યા, વિશાળ જનસભાને સંબોધશે, રૂપિયા 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

નવસારી માં PM મોદીવડાપ્રધાન ખુડવેલ ખાતે પહોંચ્યા, વિશાળ જનસભાને સંબોધશે, રૂપિયા 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે


નવસારી માં PM મોદીવડાપ્રધાન ખુડવેલ ખાતે પહોંચ્યા, વિશાળ જનસભાને સંબોધશે, રૂપિયા 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે








ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાતની યાત્રાઓ વધવા લાગી છે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધન કરશે અને અહીંથી જ નવસારી જિલ્લાના 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી વડાપ્રધાન નવસારીના ખુડવેલ ખાતે પહોંચ્યા છે.


ખુડવેલ ખાતે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનને દરેક વ્યક્તિની ચિંતા કરી છે. કોરોના કાળમાં એક પણ વ્યક્તિ ભુખો સુતો નથી. વડાપ્રધાને દરેકને મફતમાં કોરોના વેક્સિન આપી છે. વડાપ્રધાને જનતાને ઘણી યોજનાઓ લોકોને આપી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખુડવેલમાં જનમેદનીને સંબોધશે. મોદી 3 હજાર કરોડથી વધુનાં કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. નારાજ આદિવાસી સમાજને રીઝવવા માટે આજે મોદી નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. અંબાજીથી ઉંમરગામ સુધી વિધાનસભાની મહત્ત્વની 20 આદિવાસી સીટ મતોનું ધ્રુવીકરણ ન થયા એ માટે ભાજપે PMને મેદાનમાં ઊતરીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે. મોદીના નવસારીના કાર્યક્રમને લઈ અત્યારથી જ લોકો આવી પહોંચ્યા છે.





કઈ કઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત


આજે ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે એમાં 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત થશે. લોકાર્પણની વાત કરવામાં આવે તો 901 કરોડના કુલ લોકાર્પણ થશે, જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઊર્જા, 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ થશે.


નવસારીમાં મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરશે


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે. ત્યારે આજે નવસારી ખાતે અંદાજિત રૂ. 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.


આજના કાર્યક્રમ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો


નવસારીના ખુડવેલમાં આયોજિત કાર્યક્રમ માટે 16 IPS,1 IFS,132 DYSP,32 PI,191 PSI, 1718 ASI, 10 નાયબ કલેકટર,962 વુમન પોલીસ,4 ડ્રોન કેમેરા,ASI HC અને PC મળીને કુલ 1718 બંદોબસ્તમાં રોકાશે. પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈ કોઈ વિરોધ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે.






નવસારીમાં નવનિર્મિત નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે


નવસારીના ખુડવેલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ વડાપ્રધાન નવસારી હાઇવે નંબર 48ને અડીને આવેલી એમ.એ.નાયક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. મલ્ટીકેર હોસ્પિટલમાં કેન્સરને લાગતી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કાર્ડિયાક, પીડિયાટ્રિક, જનરલ સર્જરી, વર્લ્ડ ક્લાસ સીટી એમઆરઆઈની પણ હોસ્પિટલમાં સુવિધા આપવામાં આવી છે. હોસ્પિટલ કુલ 400 બેડની છે, જેમાં હાલમાં પ્રાથમિક ધોરણે 100 બેડ શરૂ કરવામાં આવશે.


L&T ગ્રુપના ચેરમેન અનિલ નાયકની પૌત્રી નિરાલી અઢી વર્ષની ઉંમરે કેન્સરને કારણે મૃત્યુ પામતાં તેની યાદમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં ફક્ત આમંત્રિતો જ હાજર રહેશે.


0 Response to "નવસારી માં PM મોદીવડાપ્રધાન ખુડવેલ ખાતે પહોંચ્યા, વિશાળ જનસભાને સંબોધશે, રૂપિયા 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel