MSUના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગની વિદ્યાર્થિની દ્વારા વડોદરાના અલગ વિસ્તારોના તાપમાન પર રિસર્ચ ગીચ પોળો સાથે લીલોતરી વિનાનું માંડવી સૌથી હોટ
શહેરીકરણના પગલે બિલ્ટઅપ એરીયાનો વધારો થઇ રહ્યો છે. બાંધકામ માટે વપરાતી વસ્તુઓમાં સૌર કિરણો સંગ્રહિત થાય છે જેના કારણે અર્બન હીટ આઇલેન્ડની સ્થિતિ ઉપસ્થિત થઇ રહી છે. એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના એન્વાયરમેન્ટ સાયન્સની વિદ્યાર્થીની દ્વારા વડોદરા શહેરના 179 વિસ્તારોના સરફેસ પર કેટલું તાપમાન છે તેના પર રિસર્ચ કરતા માંડવી વિસ્તારમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ હતું.
સાયન્સ ફેકલ્ટીના અધ્યાપક મંથન ટેલરની ગાઇડન્સમાં વિદ્યાર્થીની શીવાની રાવલે કરેલા રિસર્ચમાં શહેરના 179 જગ્યાઓના સરફેસ ટેમ્પરેચર એકત્રીત કરાયા હતા. વડોદરા શહેરની જમીનનું તાપમાન માપવા માટે ઇન્ફ્રારેડ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જમીનની સપાટીના આધારે લેન્ડ સરફેસ ટેમ્પરેચરના ડેટા એકત્રીત કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ગરમ સરફેસ અને ઓછી ગરમ સરફેસના ડેટા મળ્યા હતા.
વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે અભ્યાસમાં જણાઇ આવ્યું હતું કે ડામર,કોંક્રીટ,મેટલ રૂફીંગ અને ઇંટ સૌથી વધુ ગરમ હતા. વનસ્પતિ વિસ્તારો,તળાવ,ગ્રીનરી વાળી જગ્યાઓ પર તાપમાન નીચું જોવા મળ્યું હતું. શહેરના મધ્યમાં માંડવીમ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જયારે બાગબગીચામાં સરફેસ ટેમ્પરેચર 28 થી 30 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. શહેરના સૌથી વધુ વૃક્ષો ધરાવતા કમાટીબાગનું ટેમ્પરેચર 30 ડિગ્રી નોંધાયું હતું.
મુખ્ય તારણ
બપોરે 2:30 થી 3:30 સુધીના એકત્ર કરેલા ડેટા પરથી મહત્તમ 64 ડીગ્રી, લઘુત્તમ 23 ડિગ્રી નોંધાયું હતું. ગીચ રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો તથા ખૂબ ઓછા ગ્રીનરી વિસ્તારોમાં તાપમાન વધુ જોવા મળ્યું હતું. સાંજે 7 થી 8 દરમિયાન સૌથી વધુ તાપમાન 40 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડીગ્રી હતું.
0 Response to " MSUના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગની વિદ્યાર્થિની દ્વારા વડોદરાના અલગ વિસ્તારોના તાપમાન પર રિસર્ચ ગીચ પોળો સાથે લીલોતરી વિનાનું માંડવી સૌથી હોટ"
ટિપ્પણી પોસ્ટ કરો