-->
રશિયા-યુક્રેન વચ્ચે શા માટે યુદ્ધનું સંકટ સર્જાયેલું છે?

રશિયા-યુક્રેન વચ્ચે શા માટે યુદ્ધનું સંકટ સર્જાયેલું છે?


 

યુક્રેન પર સર્જાયેલા રશિયાના સંભવિત હુમલાના જોખમને સંપૂર્ણ વિશ્વ માટે ચિંતા વધારી દીધી છે. દરમિયાન પૂર્વી યુક્રેનમાં રશિયા સમર્થિત અલગતાવાદીઓના હુમલામાં યુક્રેનના બે સૈનિકોના મોતના સમાચાર આવ્યા છે. આ યુદ્ધના ભણકારા વચ્ચે રશિયાએ બેલિસ્ટીક અને કુઝ મિસાઈલોનું પણ પરિક્ષણ કરવા સાથે પરમાણું અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.

રશિયા-યુક્રેન વિવાદનું શું કારણ છે?

રશિયા-યુક્રેન વચ્ચે તાજેતરના વિવાદનું મૂળ કારણ સમજવા માટે ઈતિહાસમાં થોડા પાછળ જવું પડશે. 20મી સદીની શરૂઆતમાં યુક્રેન રશિયા સામ્રાજ્યનો એક ભાગ હતો. વર્ષ 1917માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વમાં રશિયા ક્રાંતિ બાદ વર્ષ 1918માં યુક્રેને સ્વતંત્રતાની જાહેરાત કરી નાંખી. જોકે વર્ષ 1921માં લેનિનની સેના સામે હાર થયા બાદ વર્ષ 1922માં યુક્રેન સોવિયત સંઘનો ભાગ બની ગયું.

યુક્રેનમાં રશિયાથી સ્વતંત્રતા મેળવવા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો અને રશિયા સામે અનેક શસસ્ત્ર સમૂહોએ વિદ્રોહનો પ્રયત્ન કર્યો, જોકે સફળતા મળી નહીં.


વર્ષ 1954માં સોવિયત સંઘના સર્વોચ્ચ નેતા નિકિતા સુશ્ચેવે આ વિદ્રોહને દબાવવા માટે ક્રીમિયા આઈલેન્ડને યુક્રેનનો ભેંટમાં આપી દીધો હતો. વર્ષ 1991માં સોવિયત સંઘના વિઘટન બાદ યુક્રેને તેની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી. સ્વતંત્ર થતા જ યુક્રેન રશિયાના પ્રભાવથી મુક્ત થવાના પ્રયત્નમાં જોડાઈ ગયું અને આ માટે તેણે પશ્ચિમી દેશોથી ઘનિષ્ઠતા વધારી દીધી. વર્ષ 2010માં રશિયા સમર્થિત વિક્ટર યાનુકોવિચ યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા.


યાનુકોવિચે રશિયા સાથે ઘનિષ્ઠતા વધારી અને યુક્રેનને યુરોપિયન યુનિયન સાથે જોડાવાની દરખાસ્તને નકારી દીધી. જેનો યુક્રેનમાં ભારે વિરોધ થયો.તેને લીધે વર્ષ 2014માં વિક્ટર યાનુવિચને સત્તા છોડવી પડી. તે વર્ષે યુક્રેનના રાષ્ટ્રપતિ બનેલા પેટ્રો પોરોશેંકોએ યુરોપિયન યુનિયન સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં. વર્ષ 2014માં રશિયાએ યુક્રેનના શહેર ક્રીમિયા પર હુમલો કરી તેની ઉપર કબજો કરી લીધો. ડિસેમ્બર,2021માં દબાણને વધારવા માટે છેલ્લા કેટલાક મહિનાથી લાકોની સંખ્યામાં રશિયાના સૈનિકો યુક્રેનની સીમા પર ગોઠવાયેલા છે અને એવું માનવામાં આવે છે કે રશિયા ગમે ત્યારે પણ યુક્રેન પર હુમલો કરી શકે છે.


વર્ષ 2014માં રશિયાએ યુક્રેન પર શા માટે હુમલો કર્યો હતો?

વિક્ટર યાકુનોકવિચએ સત્તા છોડ્યા બાદ રશિયાએ વર્ષ 2014માં યુક્રેન પર હુમલો કરી દીધો અને વર્ષ 1950થી જ યુક્રેનનો ભાગ રહેલા ક્રિમિયા પર પોતાનો કબજો કરી લીધો. આ સાથે જ રશિયા સમર્થિત અલગતાવાદીઓએ પૂર્વી યુક્રેનના બે શહેરો લોહાંસ્ક અને દોનેસ્કમાં યુક્રેન વિરોધી વિદ્રોહ કરતા ત્યાં વિદ્રોહી ગણરાજ્યોની રચનાની જાહેરાત કરી દીધી. રશિયા પર યુક્રેનના અલગતાવાદીઓને પૈસા અને હથિયારોથી મદદ કરવાનો પણ આરોપ લાગી રહ્યો છે, જેને રશિયા નકારી રહ્યું છે. યુક્રેનમાં છેલ્લા 8 વર્ષથી સરકાર અને રશિયા સમર્થક અલગતાવાદીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં 14 હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે

રશિયા-યુક્રેન વચ્ચે સંબંધ કેવા છે?

લાંબા સમય સુધી રશિયાનો હિસ્સો રહેલા યુક્રેન અને રશિયા વચ્ચે ઐતિહાસક સંબંધ છે. યુક્રેનની રાજધાની કીવને રશિયાના શહેરોની માતા કહેવામાં આવે છે. યુક્રેનમાં આશરે 80 લાખ રશિયા મૂળના નાગરિકો રહે છે. ક્રીમિયા પર વર્ષ 2014માં કબજો કરતી વખતે રશિયાએ કહ્યું હતું કે તેણે રશિયાના નાગરિકોની સુરક્ષા માટે આમ કર્યું છે. યુક્રેનમાં રશિયા મૂળના મોટી સંખ્યામાં રહેતા હોવાથી ત્યાં લોકો બે જૂથમાં વહેચાયેલા છે. આ પૈકી એક જૂથ રશિયા સમર્થક છે જ્યારે અન્ય જૂથ યુરોપિયન યુનિયન તથા અમેરિકા સમર્થિત નાટોનું સમર્થન કરે છે.


રશિયા-યુક્રેન વિવાદમાં ભારત કોની સાથે છે?

ભારતે રશિયા-યુક્રેન વિવાદમાં અત્યાર સુધી કોઈ પણ પક્ષનું સમર્થન કર્યું નથી, ભારતે તટસ્થ વલણ અપનાવી રાખ્યું છે. ભારતે બન્ને પક્ષોને શાંતિપૂર્વક સમસ્યાના ઉકેલની અપીલ કરી છે. ભારતે વર્ષ 2014માં રશિયાએ ક્રીમિયા પર કરેલા કબજાને લઈ ખુલ્લીને રશિયાનો વિરોધ કર્યો હતો. યુક્રેનમાં 18 હજાર મેડિકલ વિદ્યાર્થીઓ સહિત 20 હજાર ભારતીય ફસાયા છે, જેમને સુરક્ષિત રીતે કાઢવા તે ભારતની પ્રાથમિકતા છે.

રશિયા-યુક્રેન વિવાદમાં ભારત શા માટે રશિયાનો વિરોધ કરતું નથી?

રશિયા ભારતનો સૌથી મોટો હથિયાર સપ્લાયર દેશ છે. વર્ષ 2020માં ભારતે તેના કુલ હથિયાર ખરીદી પૈકી આશરે 50 ટકા રશિયા પાસેથી ખરીદ્યા હતા. વર્ષ 2018થી 2021 દરમિયાન ફક્ત ત્રણ વર્ષમાં જ ભારત-રશિયા વચ્ચે સંરક્ષણ વ્યાપાર આશરે 15 અબજ ડોલર (1.12 લાખ કરોડ રૂપિયા) રહ્યો છે. આ સંજોગોમાં ભારત રશિયાનો વિરોધ કરી પોતાના સૌથી મોટા હથિયાર સપ્લાયરને નારાજ કરવા ઈચ્છતું નથી.


સોવિયત સંઘના વિઘટન અગાઉ ભારતની નિકાસમાં 10 ટકા હિસ્સેદારી રશિયાની રહી હતી. જોકે વર્ષ 2020-21 સુધી આ ઘટી ફક્ત 1 થઈ ગઈ છે. વર્ષ 2020-21માં ભારતની આયાતમાં રશિયાનો હિસ્સો 1.4 ટકા હતો.વર્ષ 2020માં ભારતનો રશિયા સાથે કુલ વ્યાપાર 9.31 અબજ ડોલર (69.50 હજાર કરોડ રૂપિયા) રહ્યો છે. બન્ને દેશનો લક્ષ્યાંક વર્ષ 2025 સુધી તે વધારી 30 અબજ ડોલર (2.2 લાખ કરોડ) કરવાનો છે.રશિયા સાથે વ્યાપાર વધારવાના પ્રયત્નમાં જોડાયેલ ભારત યુક્રેન અથવા અમેરિકા સાથે જોઈ આ પ્રયત્નોને પાટા પરથી ઉતારવા ઈચ્છતો નથી.

0 Response to "રશિયા-યુક્રેન વચ્ચે શા માટે યુદ્ધનું સંકટ સર્જાયેલું છે?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel