નડિયાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત 4 મિત્રોના મોત
નડિયાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4 મિત્રોના મોત, પરિવારજનોને ઘેરો આઘાત
નડિયાદ(nadiyad)માં નેશનલ હાઈવે 48 (national highway)પર એક ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો હતો. જેમાં અમદાવાદ(Ahmadabad)ના 4 મિત્રો(friends)ના ઘટના સ્થળે જ મોટ નિપજ્યા હતા.આ યુવાનો ઓવરસ્પીડમા મોટરસાયકલ હંકારી રહ્યા હતા. મોટર સાયકલ પર કાબુ ગુમાવતા હાઈવે નજીકના હોટલના પાર્કીગમા પાર્ક કરેલ કન્ટેનર પાછળ ઘૂસાડી દીઘી હતી. બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર પોલીસ ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા પરિવારજનોમાં હૈયાફાટ આક્રંદ જોવા મળ્યો છે.
મૃતક 4 પૈકી ત્રણ યુવાનો તથા એક કિશોર
ઘટનાના પગલે લોકોના ટોળાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી માતર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જે બાદ મૃતક તમામ લોકોની ઓળખ છતી કરવામાં આવી હતી. મૃતક 4 લોકો પૈકી ત્રણ યુવાનો તથા એક કિશોર હોવાનું જાણવા મળ્યું છે.આ મૃતકમાં જીતેશ રમેશભાઈ નોગીયા (ઉ.વ.23, રહે. અમરાઈવાડી, 54 શિવાનંદનગર, અમદાવાદ), હરીશ દિનેશભાઈ રાણા (ઉં.વ. 19, રહે.CTM, સિંધવાઇ માતાનું ભરવાડ વાસ, અમદાવાદ), નરેશ વિજયભાઈ વણઝારા (ઉ.વ.22,રહે. અમરાઈવાડી 32 /587 શિવાનંદનગર સત્યમનગર, અમદાવાદ), સુંદરમ ઉર્ફે છોટુ સુભાષભાઈ યાદવ (ઉં.વ. 17,રહે. અમરાઈવાડી, પંડિતજીની ચાલી ભીલવાડા અમદાવાદ)નો સમાવશે થાય છે.
0 Response to "નડિયાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત 4 મિત્રોના મોત"
ટિપ્પણી પોસ્ટ કરો