12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને મળશે કોરોનાની રસી, બૂસ્ટર ડોઝ પર મોટો નિર્ણય
12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને મળશે કોરોનાની રસી, બૂસ્ટર ડોઝ પર મોટો નિર્ણય
કોરોનાના સંક્રમણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરુ થશે તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે બૂસ્ટર ડોઝ મેળવી શકશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી. અત્યાર સુધીમાં ભારતમાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર તેમજ 60 વર્ષથી વધુની ઉંમરના કોમોબીડીટી વાળા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવતો હતો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, જો બાળકો સુરક્ષિત છે તો દેશ સુરક્ષિત છે. તેમણે આગળ લખ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે સાવચેતીના ડોઝ મેળવી શકશે. તેમણે બાળકો અને વૃદ્ધોને પણ કોરોનાની રસી કરાવવા અપીલ કરી હતી.
0 Response to "12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને મળશે કોરોનાની રસી, બૂસ્ટર ડોઝ પર મોટો નિર્ણય"
ટિપ્પણી પોસ્ટ કરો