-->
‘ધ કાશ્મીર ફાઇલ્સ’: વડાપ્રધાન મોદીએ ફિલ્મને વખાણી, ગુજરાતમાં કરમુક્ત જાહેર કરાઈ

‘ધ કાશ્મીર ફાઇલ્સ’: વડાપ્રધાન મોદીએ ફિલ્મને વખાણી, ગુજરાતમાં કરમુક્ત જાહેર કરાઈ

 

‘ધ કાશ્મીર ફાઇલ્સ’: વડાપ્રધાન મોદીએ ફિલ્મને વખાણી, ગુજરાતમાં કરમુક્ત જાહેર કરાઈ



વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ The Kashmir files)ફિલ્મ (Film) થિયટરમાં રિલીઝ (Release) થતાની સાથે જ ખૂબ ચર્ચામાં રહી છે. ગુજરાત સરકારે (Gujarat Government) ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે એક મહત્તવનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ (Tax free) જાહેર કરી છે. હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત લીધી હતી. ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે મુલાકાતની તસવીરો શૅર કરી હતી. તેમજ પીએમ મોદીએ આ ફિલ્મના વખાણ કર્યા હતા. ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. તેમજ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ ફિલ્મના વખાણ કર્યા હતાં.

ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે પીએમ મોદી સાથે થયેલી મુલાકાતની તસવીરો શૅર કરતા લખ્યું કે માનનીય વડાપ્રધાન મોદીજીને મળીને ઘણું જ સારું લાગ્યું. આ મુલાકાત વધુ ખાસ એટલા માટે હતી, કારણ કે તેમણે ફિલ્મના વખાણ કર્યાં. આ ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનો ગર્વ છે. થેંક્યૂ મોદી જી.’ પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલની પોસ્ટ શેર કરીને ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘અભિષેક મને પણ ઘણો જ આનંદ થાય છે. તમે ભારતના સૌથી પડકાર જનક સત્યને પ્રોડ્યૂસ કરવાની હિંમત કરી છે.’

11 માર્ચે રિલિઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બીજા દિવસે બોક્સ ઓફિસ પર 8.50 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર ફિલ્મે પહેલા દિવસે 3.55 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે 139.44% વધુ કમાણી કરી. ફિલ્મે બે દિવસમાં 12.05 કરોડની કમાણી કરી છે.

0 Response to "‘ધ કાશ્મીર ફાઇલ્સ’: વડાપ્રધાન મોદીએ ફિલ્મને વખાણી, ગુજરાતમાં કરમુક્ત જાહેર કરાઈ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel