નેત્રંગના વિવિધ ગામોમાં 4 કરોડ 60 લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હત કરાયું
નેત્રંગના વિવિધ ગામોમાં 4 કરોડ 60 લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હત કરાયું
ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતાં પૂરજોશમાં વિકાસના કાર્યો શરૂ કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેમજ સાંસદ મનસુખ વસાવાની સીધી દેખરેખ હેઠળ આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામો એ વેગ પકડ્યો છે. ત્યારે વિવિધ ગામોને જોડતા એપ્રોચ રોડના કાર્યો, પાણીની સમસ્યાને લગતા કાર્યો તેમજ વિવિધ કાર્યોને ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા તબક્કાવાર મંજૂરી આપવામાં આવી રહી છે.
જિલ્લાના નેત્રંગ તાલુકાના જેસપોરથી વણખુંટા તેમજ વાકોલ, મુગજ, ધોલેખામ જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં 4 કરોડ 60 લાખના ખર્ચે એપ્રોચ રોડની કામગીરી હાથ ધરાશે. આજરોજ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ નેત્રંગ તાલુકાના મૂગજ ગામ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિશાંત મોદી, વાલિયા તાલુકાના પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય રાયસિંગ વસાવા સહિત અન્ય સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.
0 Response to "નેત્રંગના વિવિધ ગામોમાં 4 કરોડ 60 લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હત કરાયું"
ટિપ્પણી પોસ્ટ કરો