સુરતની ચૌટા બજારમાં પોલીસ કમિશનરની મોડી સાંજે અચાનક મુલાકાત
સુરતની ચૌટા બજારમાં પોલીસ કમિશનરની મોડી સાંજે અચાનક મુલાકાત
સુરત શહેરના રાજમાર્ગ પર આવેલા ચૌટા બજારમાં મોડી સાંજે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવી હતી. આખા ચૌટા બજારમાં પોલીસ કમિશનર અને તેની ટીમે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ચૌટા બજારમાં વેપારીઓ અને રહિશોને થતી મુશ્કેલીઓની સમીક્ષા પોલીસ કમિશનરે સ્થાનિક લોકો સાથે મળીને કરી હતી.
સ્થાનિક સમસ્યાઓને લઇ ચર્ચા કરાઈ
એક તરફ વેપારીઓ અને બીજી તરફ સ્થાનિક રહીશો દ્વારા પોલીસ કમિશનર સાથે સ્થાનિક સમસ્યાને લઇને ચર્ચા-વિચારણા થઇ હતી. તેમજ ચૌટા બજારમાં રહેતા પૂર્વ ભાજપના પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા સાથે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની મિટિંગ કરીને સમગ્ર વિસ્તારમાં પોલીસ કમિશનરને ફૂટ પેટ્રોલિંગ સાથે ફેરવ્યા હતા અને સ્થાનિક સમસ્યા લઈને પોલીસ કમિશનરે સમીક્ષા કરી હતી.
0 Response to "સુરતની ચૌટા બજારમાં પોલીસ કમિશનરની મોડી સાંજે અચાનક મુલાકાત"
ટિપ્પણી પોસ્ટ કરો