5 દિવસ બાદ અમદાવાદ શહેરમાં 1 મોત નોંધાયું
5 દિવસ બાદ અમદાવાદ શહેરમાં 1 મોત નોંધાયું
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. 10 જેટલા નવા કેસ ઘટ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. આજે 63 દર્દી સાજા થયા છે. સતત પાંચ દિવસ બાદ કોરોનાથી રાજ્યમાં એક મોત નોધાયું છે. અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 99.06 ટકા રહ્યો છે. 13 માર્ચે 103 દિવસ બાદ 40થી ઓછા કેસ નોંધાયા હતા, છેલ્લે 30 નવેમ્બરે 40 કેસ નોંધાયા હતા.
506 એક્ટિવ કેસ પૈકી 6 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 599ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 939 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 187 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 506 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 500 દર્દીની હાલત સ્થિર છે.
0 Response to "5 દિવસ બાદ અમદાવાદ શહેરમાં 1 મોત નોંધાયું"
ટિપ્પણી પોસ્ટ કરો