નૃસિંહ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર હતાં, હોળીકા દહન પહેલાં તેમની પૂજા કરવાનું વિધાન છે
નૃસિંહ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર હતાં, હોળીકા દહન પહેલાં તેમની પૂજા કરવાનું વિધાન છે
ફાગણ મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ભગવાન નૃસિંહની પૂજા કરવાની પરંપરા છે. તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમણે ભક્ત પ્રહલાદને બચાવવા માટે હિરણ્ય કશ્યપને માર્યો હતો. ભગવાન નૃસિંહની પૂજાથી કુંડળી અને દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને બીમારીઓ દૂર થાય છે. હોળીકા દહનના ત્રણ દિવસ પહેલાં નૃસિંહ ભગવાનની પૂજા કરવામાં આવે છે. નૃસિંહ બારસ 15 માર્ચના રોજ ઊજવવામાં આવશે.
ભગવાન વિષ્ણુના દસ પ્રમુખ અવતારમાંથી એક નૃસિંહ અવતાર છે
નૃસિંહ બારસ ફાગણ મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ઊજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના બાર અવતારમાંથી એક અવતાર નૃસિંહ ભગવાન છે. નૃસિંહ અવતારમાં ભગવાન શ્રહરિ વિષ્ણુજીએ અડધું મનુષ્ય અને અડધું સિંહનું સ્વરૂપ ધારણ કરીને દૈત્યોના રાજા હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો.
નૃસિંહ પૂજા વિધિ
- નૃસિંહ બારસના દિવસે વ્રત કે ઉપવાસ રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના નૃસિંહ રૂપની પૂજા કરવામાં આવે છે.
- નૃસિંહ જયંતીએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું.
- તે પછી સાફ કપડા પહેરો અને ભગવાન નૃસિંહની પૂજા વિધિ-વિધાન સાથે કરો.
- ભગવાન નૃસિંહની પૂજામાં ચંદન, અક્ષત, અબીર, ગુલાલ, ફળ, ફૂલ, ધૂપ, દીવો, અગરબત્તી, પંચમેવા, કંકુ, કેસર, નારિયેળ સાથે કરો.
- ભગવાન નૃસિંહને પીળા કપડા ચઢાવો.
નૃસિંહ ભગવાનની પૂજાનો મંત્ર
ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम्।
नृसिंहं भीषणं भद्रं मृत्यु मृत्युं नमाम्यहम्॥
0 Response to "નૃસિંહ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર હતાં, હોળીકા દહન પહેલાં તેમની પૂજા કરવાનું વિધાન છે"
ટિપ્પણી પોસ્ટ કરો