લાંબું ગાઉન ક્રિતિ સેનનને ભારે પડ્યું, સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક્ટ્રેસનો ડ્રેસ ઊંચકીને લઈ જવો પડ્યો
લાંબું ગાઉન ક્રિતિ સેનનને ભારે પડ્યું, સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક્ટ્રેસનો ડ્રેસ ઊંચકીને લઈ જવો પડ્યો
હાલમાં જ મુંબઈમાં Hello (હૉલ ઓફ ફેમ અવોર્ડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડ એક્ટ્રેસિસ પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. ક્રિતિ સેનન સિન્ડ્રેલા બનીને આવી હતી. જોકે, ક્રિતિનો ડ્રેસ એટલો લાંબો હતો કે ત્રણ લોકોએ તેને સાચવવો પડ્યો હતો.
સિદ્ધાર્થે અનેકવાર ડ્રેસ ઠીક કર્યો
ક્રિતિ સેનન જ્યારે રેડકાર્પેટ પર આવી ત્યારે તેનો ડ્રેસ ઘણો જ લાંબો હોવાથી બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા એક્ટ્રેસની ટીમના સભ્યો ડ્રેસને ઠીક કરતાં જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ બોલિવૂડ એક્ટ્રેસ કિઆરાને ડેટ કરતો હોવાની ચર્ચા છે. સિદ્ધાર્થ એક્ટ્રેસ ક્રિતિનો ડ્રેસ સરખો કરતો હોય તેવો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થતાં જ યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે કિઆરાને ઈર્ષ્યા થશે. અન્ય એકે કહ્યું હતું કે ભગવાનના સોગન, કિઆરા સળગી જ જશે. અન્ય એકે કહ્યું હતું કે કિઆરા મનમાં કહેતી હશે કે હવે તું ઘરે આવ.
0 Response to "લાંબું ગાઉન ક્રિતિ સેનનને ભારે પડ્યું, સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક્ટ્રેસનો ડ્રેસ ઊંચકીને લઈ જવો પડ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો