-->
શ્રીલંકાને 2-0થી હરાવ્યા પછી WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં એન્ટ્રી

શ્રીલંકાને 2-0થી હરાવ્યા પછી WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં એન્ટ્રી

 

શ્રીલંકાને 2-0થી હરાવ્યા પછી WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં એન્ટ્રી




ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. આની સાથે ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. રોહિત બ્રિગેડ 5માં સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તેવામાં ભારતના હવે કુલ પોઈન્ટ 77 થઈ ગયા છે, જે તેની ઉપરની ત્રણેય ટીમો કરતા વધુ છે. જોકે, પોઈન્ટ ટેબલમાં સ્થાન ટકાવારી પોઈન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ જીત સાથે, ભારતના 58.33% પોઈન્ટ્સ છે. તે જ સમયે, શ્રીલંકાની આ હાર પછી, તેમના ટકાવારી પોઇન્ટ વધીને 50% થઈ ગયા છે.

ટીમ ઈન્ડિયાએ 2022 WTCમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 6 મેચ જીતી છે. તમને જણાવી દઈએ કે એક મેચમાં જીત સાથે ટીમને 12 પોઈન્ટ મળે છે.

પાકિસ્તાન હારશે તો ભારતને ફાયદો થશે

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મેચ કરાચીમાં રમાઈ રહી છે, જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી જશે તો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી ઉપર પહોંચી જશે અને જગ્યા બનાવી લેશે. આની સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર રહેશે.

0 Response to "શ્રીલંકાને 2-0થી હરાવ્યા પછી WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં એન્ટ્રી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel