ગુરુવારે મહા નવરાત્રિની નોમ તિથિ રહેશે,
હાલ મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે. ગુરુવાર, 10 ફેબ્રુઆરીએ મહા મહિનાના સુદ પક્ષની નોમ છે. આ દિવસે ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થઈ જશે. જોકે, ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓ માટે સાધના કરવામાં આવે છે, પરંતુ ઘણાં લોકો આ દિવસોમાં દેવી માતાની સામાન્ય પૂજા પણ કરે છે. નવરાત્રિની નોમ તિથિએ દુર્ગાનું પૂજન કરો, આ દિવસે દેવી માતાના કોઈ મંદિરમાં દર્શન કરો. નાની કન્યાઓને અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ, કપડાં, બૂટ-ચપ્પલ કે ધનનું દાન કરો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જો કોઈ ખાસ સાધના કરવી હોય તો કોઈ નિષ્ણાત બ્રાહ્મણની સલાહ લો, કેમ કે ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવતી સાધનાના નિયમ ખૂબ જ કડક હોય છે અને ભૂલ થાય ત્યારે સાધનાનું ઊંધું ફળ પણ મળી શકે છે.
દેવી માતાની સામાન્ય પૂજા કરવા ઇચ્છો છો તો ઘરમાં જ સરળ સ્ટેપ્સમાં કરી શકો છો. નોમ તિથિએ સવારે જાગવું અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને સ્નાન કરાવો. હાર-ફૂલ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો, ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
ગણેશ પૂજન પછી દેવી પૂજાનો સંકલ્પ કરો. મંદિરમાં દેવી મૂર્તિમાં માતા દુર્ગાનું આવાહન કરો, આવાહન એટલે દેવી માતાને આમંત્રણ આપો.
માતા દુર્ગાને આસન આપો. હવે માતા દુર્ગાને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી પછી પંચામૃતથી અને પછી ફરીથી જળથી સ્નાન કરાવવું જોઈએ.
દુર્ગાજીને લાલ ચૂંદડી અર્પણ કરો. ઘરેણાં, ફૂલ હાર ચઢાવો. અત્તર અર્પણ કરો. કંકુથી તિલક કરો. લાલ ફૂલ અર્પણ કરો.
ચોખા ચઢાવો. નારિયેળ અર્પણ કરો. ભોગ ધરાવો. ધૂપ અને દીવો પ્રગટાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો.
માતા દુર્ગાની પૂજામાં દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ કરો. પૂજામાં થયેલી ભૂલની માફી માગો.
પૂજા પછી પ્રસાદ ભક્તોને આપવો અને તમારે પણ લેવો. નાની કન્યાઓને ભોજન કરાવો અને દાન કરો.
0 Response to "ગુરુવારે મહા નવરાત્રિની નોમ તિથિ રહેશે,"
ટિપ્પણી પોસ્ટ કરો