-->
શાહરુખ ખાને લતા દીદીના પાર્થિવ દેહ આગળ દુઆ કર્યા પછી ફૂંક કેમ મારી?

શાહરુખ ખાને લતા દીદીના પાર્થિવ દેહ આગળ દુઆ કર્યા પછી ફૂંક કેમ મારી?

 


સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનને લઇને ચાહકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. રાજકીય નેતાઓ, બોલિવુડ સહિત એક સામાન્ય નાગરિક પણ લત્તાજીના નિધનને લઇને દુઃખી થયા છે. 6 ફેબ્રુઆરીએ સાંજે તેઓના અંતિમ દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમાં શાહરુખ ખાન પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી રહ્યો છે. શાહરુખ ખાને લત્તા દીદીની આત્માની શાંતિ માટે દુઆ માગી હતી ત્યાર બાદ માસ્ક કાઢીને ફૂંક મારી હતી. તેમના ચરણ સ્પર્શ કરીને પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યો. પરંતુ ફૂંક મારવાની ઘટનાને લોકો થૂંક્યુ હોય તેમ કહી રહ્યા છે. ત્યારે આવો જાણીએ ઇસ્લામ ધર્મમાં ફૂંક મારવાનું શું છે કારણ?

ઇસ્લામમાં શું છે ફૂંક મારવાની પ્રથા ?


ઇસ્લામિક પરંપરા અનુસાર જ્યારે દુઆ કરવામાં આવે છે ત્યારે બંને હાથને છાતી સુધી લાવીને અલ્લાહને દુઆ કરવામાં આવે છે.  


કોઇ સ્વસ્થ થાય તેની દુઆ, કોઇને નોકરી મળે તેની દુઆ કે આત્માની શાંતિ માટે દુઆ કરવાની હોય, બંને હાથ ફેલાવીને દુઆ માગતા આપણે ફિલ્મોમાં પણ જોયા છે. શાહરુખ ખાને લત્તા દીદીના પાર્થિવ શરીર સામે પણ એવું જ કર્યુ હતું. શાહરુખે પોતાના બંને હાથ ફેલાવીને દુઆ કરી રહ્યા હતા. લગભગ 12 સેકન્ડ દુઆ કર્યા બાદ તેમણે મોં પરથી માસ્ક હટાવ્યુ અને સ્હેજ ઝૂકીને પાર્થિવ શરીર પર ફૂંક મારી.


કોઇ પણ વ્યક્તિ માટે દુઆ કર્યા બાદ જો ફૂંક મારવામાં આવે તો એમ માનવામાં આવે છે કે તમે જે દુઆ કરી તેની અસર તેમના સુધી પહોંચે.


એક ઇસ્લામિક જાણકાર મુજબ ફૂંક મારવા પાછળનું કારણ કુરાનની આયતો દ્વારા કોઇની પણ મદદ કરવી કે કોઇને દુઃખમાંથી મુક્તિ અપાવવાનો છે.

 શું હતું શાહરુખ ખાનના વીડિયોમાં ?



સોશિયલ મીડિયામાં એક તસવીર સામે આવી છે જેમાં શાહરુખ અને તેની મેનેજર પૂજા દદલાની લતા મંગેશકરના પાર્થિવ દેહની સામે પ્રાર્થના કરી રહ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો તછે જેમાં શાહરુખ ખાન દુઆ પઢ્યા પછી માસ્ક ઉતારે છે. આ વીડિયો જોઇએ સોશિયલ મીડિયામાં યુઝર્સ શાહરુખને ટ્રોલ કરી રહ્યા છે. ગુસ્સે થઇ રહ્યા છે. કેટલાક યુઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે શાહરુખે માસ્ક ઉતાર્યા બાદ લત્તાજીના પાર્થિવ શરીર પર થૂંક્યું.

સાચુ શું છે ? 

શાહરૂખ ખાનના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ઘણા લોકો શાહરૂખ ખાનની આકરી ટીકા કરી રહ્યા છે. જોકે ઘણા યુઝર્સે આ ઘટના અંગે કહી રહ્યા છે કે શાહરુખ ખાને થૂંક્યુ નથી. પરંતુ વાસ્તવમાં શાહરૂખે દુઆ પઢ્યા પછીફૂંક મારી હતી. ઇસ્લામ ધર્મમાં દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે દુઆ પઢ્યા બાદ ફૂંક મારવામાં આવે છે.

0 Response to "શાહરુખ ખાને લતા દીદીના પાર્થિવ દેહ આગળ દુઆ કર્યા પછી ફૂંક કેમ મારી?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel