કોરોનાની બીજી વેવમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચનાર પર તવાઈ, 1 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી
કોરોનાની બીજી વેવમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચનાર પર તવાઈ, 1 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી
કોરોના કાળની બીજી લહેરમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવીને તેને ઊંચી કિંમતે વેચવાના આરોપમાં EDએ કૌશલ મહેન્દ્રભાઈ વોરા અને તેના સહયોગી પુનિત ગુણવંતલાલ શાહની એક કરોડથી વધુની સંપત્તિ અટેચ કરી છે. આ નકલી ઈન્જેક્શન ગ્લુકોઝ અને મીઠું મેળવીને તૈયાર કરવામાં આવતા હતા. ગુજરાત પોલીસે આ મામલે સુરતમાં એક ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી મોટા પાયે નકલી ઈન્જેક્શન બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી.
EDના અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે ગુજરાત પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIR અને સામાન જપ્તીના આધારે મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરાયો હતો. આ ઈન્જેક્શન મધ્યપ્રદેશ સ્થિતિ અનેક વિક્રેતાઓ અને હોસ્પિટલને વેચવામાં આવ્યા હતા.
0 Response to "કોરોનાની બીજી વેવમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચનાર પર તવાઈ, 1 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી"
ટિપ્પણી પોસ્ટ કરો