વિશ્વ હિંદુ પરિષદે કહ્યુ...:‘અંબાજી, સોમનાથ, દ્વારકા સહિત રાજ્યનાં 32 મંદિરમાંથી સરકારી વહીવટ દૂર કરો; દાનના કરોડોનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે થવો જોઈએ
વિશ્વ હિંદુ પરિષદે કહ્યુ...:‘અંબાજી, સોમનાથ, દ્વારકા સહિત રાજ્યનાં 32 મંદિરમાંથી સરકારી વહીવટ દૂર કરો; દાનના કરોડોનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે થવો જોઈએ
અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી સહિત રાજ્યનાં 32 મંદિરમાંથી સરકારી વહીવટી દૂર કરી દાન પેટે આવતાં કરોડો રૂપિયાનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે કરવાની માગણી વિશ્વ હિન્દુ પરિષદે કરી છે. ઉત્તર ગુજરાતના વિવિધ સંપ્રદાયના સંતોની અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં દેશભરના મંદિરોમાંથી સરકારી હસ્તક્ષેપ દૂર કરવાનો કાયદો કેન્દ્રીય સ્તરે બનાવવાની રજૂઆત કરાઈ છે.
વિહિપની કેન્દ્રીય બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઠરાવ થયા છે. વિવિધ મંદિરમાં સરકારની દરમિયાનગીરી ન હોય અને મંદિરમાં આવતું ફંડ માત્રને માત્ર હિન્દુ સમાજ માટે જ ઉપયોગમાં લેવાય તેવી માગ છે. બેઠકમાં માગણી કરાઈ હતી કે, જે તે મંદિરના સંચાલનની સંપૂર્ણ સત્તા સ્થાનિક સ્તરે સોંપાવી જોઈએ. સંચાલનમાં સ્થાનિક વહીવટી તંત્રના હોદ્દેદાર મંદિરના ટ્રસ્ટના મુખ્ય હોદ્દા પર હોવાથી સીધી રીતે સરકારનો વહીવટ હોય છે.
ગેરકાયદે ધર્માંતરણ રોકવા પણ રાષ્ટ્રીય સ્તરે કાયદાની માગણી
વિહિપે મંદિરના સંચાલન-વહીવટ સામે વાંધો ઉઠાવી માગ કરી છે કે મંદિરનું સંચાલન સ્થાનિક સ્તરે હિન્દુ સમાજના અગ્રણીને સોંપાય. મોટા મોટા મંદિરોમાં આવતી દાનની રકમ અન્ય ધર્મ માટે ખર્ચાય છે, આ રકમનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજના હિત માટે જ થવો જોઈએ. ગેરકાયદે ધર્માંતરણની પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સ્તરે એક કાયદો બનાવવાની જરૂર છે. જે અનુસૂચિત જનજાતિના લોકો ધર્મ બદલે છે,પરંતુ ઘણાં કિસ્સામાં તેઓ હિન્દુ તરીકેનો લાભ લે છે, જે બંધ થાય તે હેતુથી ધર્માંતરણ મુદ્દે કેન્દ્રીય સ્તરે કાયદો બનાવવો જોઇએ.
0 Response to "વિશ્વ હિંદુ પરિષદે કહ્યુ...:‘અંબાજી, સોમનાથ, દ્વારકા સહિત રાજ્યનાં 32 મંદિરમાંથી સરકારી વહીવટ દૂર કરો; દાનના કરોડોનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે થવો જોઈએ"
ટિપ્પણી પોસ્ટ કરો