ભરૂચ : 2016 બાદ માર્ચ મહિનામાં તાપમાન 40ને પાર, ભરૂચ જિલ્લામાં જ્વલનશીલ કેમિકલ સાચવવા ઉદ્યોગકારોમાં ચિંતા
2016 બાદ માર્ચ મહિનામાં તાપમાન 40ને પાર, ભરૂચ જિલ્લામાં જ્વલનશીલ કેમિકલ સાચવવા ઉદ્યોગકારોમાં ચિંતા
એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી પવનની દિશા બદલાવા સાથે ગરમ -સૂકા પવનની અસર ભરૂચ જિલ્લામાં દેખાતાં માર્ચ મહિનામાંથી જ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા હિટ વેવથી આગામી 10 દિવસમાં ગરમીનો પારો વધુ 2 ડિગ્રી વધાવાની આગાહી કરાઈ છે. તે વચ્ચે ગત 11 માર્ચે જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન મહત્તમ અને લઘુતમ 22 ડિગ્રી નોંધાયું હતું. જે આજે 15 માર્ચે 42 ડિગ્રીને આંબી જતાં વર્ષ 2016 બાદ છ વર્ષે માર્ચ મહિનામાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ સર્જાઈ હતી.
ગરમીથી રસ્તા પરનો ડામર ઓગળી જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં
અંકલેશ્વર,પાનોલીમાં ખાસ ફાર્મા, ઇન્ટરમીડીયેટ, એગ્રો કેમિકલ બનાવતી ફેક્ટરીઓ આવેલી છે. હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે ઔદ્યોગિક એકમોમાં સંગ્રહ કરવામાં આવેલા કેમિકલમાં આગ લાગવાના બનાવો ભૂતકાળમાં નોંધાઈ ચુક્યા છે. ઘટનાને ધ્યાને રાખીને અંકલેશ્વર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે ઉદ્યોગકારો સાથે બેઠક યોજી ઉનાળામાં ગરમીના કારણે કેવા પ્રકારના કેમિકલ માટે કેટલું તાપમાન જાળવવું તેની જાણકારી આપી હતી. બીજી તરફ અંકલેશ્વરમાં માર્ગો ઉપર ડામર ઓગળી જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

યલો એલર્ટ - હીટવેવને કારણે ગરમી નો પારો 40 ડિગ્રી પર જવાની શક્યતા હોય છે.
ઓરેન્જ એલર્ટ - 41 થી 43 ડિગ્રી ગરમીનો હોય ત્યારે આ એલર્ટ આપવામાં આવે છે.
રેડ એલર્ટ - ગરમીનો પારો 45 ડિગ્રી કે તેથી વધુ એ પહોંચે ત્યારે આ ચેતવણી આપવામાં આવે છે.
0 Response to "ભરૂચ : 2016 બાદ માર્ચ મહિનામાં તાપમાન 40ને પાર, ભરૂચ જિલ્લામાં જ્વલનશીલ કેમિકલ સાચવવા ઉદ્યોગકારોમાં ચિંતા"
ટિપ્પણી પોસ્ટ કરો