-->
ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે આજે 10 વાગ્યાથી લઈ બુધવારે સવારે 11.59 વાગ્યા સુધી વિન્ડો ખુલ્લી રહેશે

ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે આજે 10 વાગ્યાથી લઈ બુધવારે સવારે 11.59 વાગ્યા સુધી વિન્ડો ખુલ્લી રહેશે

 


વડાપ્રધાન મોદીએ 12મી માર્ચે ખેલ મહાકુંભ 2022નો સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. રાજયના યુવાઓ-રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનુ આયોજન કરાય છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આ અંતર્ગત રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, આ માટેના રજિસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામા વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન મોદીએ ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો હતો
વડાપ્રધાન મોદીએ 12મી માર્ચે ખેલ મહાકુંભ 2022નો સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કર્યું હતું. મોદીએ આ પ્રસંગે હુંકાર કર્યો હતો કે, 'ના હિન્દુસ્તાન રુકનેવાલા હૈ, ના થકનેવાલા હૈ'! સ્પોર્ટસમાં ભારતનો સુવર્ણયુગ ઉદય પામી ચુક્યો છે. ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 1100 કલાકાર પર્ફોર્મન્સ આપ્યું હતું. સરદાર પટેલ સ્ટેડિયમમાં જોરદાર લાઇટિંગ અને સ્ટેજ ઊભા કરવામાં આવ્યાં હતા.

0 Response to "ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે આજે 10 વાગ્યાથી લઈ બુધવારે સવારે 11.59 વાગ્યા સુધી વિન્ડો ખુલ્લી રહેશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel