ભગવાને જૂડવા બાળકો આપીને પરિવારને ખુશી તો આપી દીધી પરંતુ...
વડોદરામાં આવેલ ભાયલી વિસ્તારના કિરી પરિવારને લગ્ન પછી અનેક માનતાઓ અને બાધાઓ માન્યા એક સાથે ત્રણ જુડવા બાળકોનો જન્મ થયો હતો. જેને લઈને કીરી પરિવારમાં અત્યંત ખુશીનો માહોલ ઉભો થયો હતો. પરંતુ જાણે કુદરતે કિરી પરિવારને થોડા સમયની જ ખુશી આપી હોય એમ માત્ર પાંચ મહિનામાં જ કિરી પરિવારની ખુશી છીનવાઈ ગઈ હતી.
કિરી પરિવારના ત્રણ બળકોમાંથી બે બાળકોને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફિ જેવી ગંભીર બીમારી હોવાનું જાણ થતાં જ કિરી પરિવાર દુઃખનો પહાડ તૂટી પડયો હતો.
પરિવારે આ બંને બાળકોને ઘણી બધી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારપછી રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફિ નામની ગંભીર બીમારી છે.
0 Response to "ભગવાને જૂડવા બાળકો આપીને પરિવારને ખુશી તો આપી દીધી પરંતુ..."
ટિપ્પણી પોસ્ટ કરો