રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો; 137 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધ્યા
અગાઉથી જે બાબતની શક્યતા દર્શાવવામાં આવતી હતી એ પ્રમાણે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ હવે રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની શરૂઆત થઈ છે. રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે. હવે અમદાવાદમાં રાંધણગેસનો એક બાટલો 956.50ની આસપાસ મળશે. જ્યારે દિલ્હીમાં આ ભાવ રૂ. 949.50 રહેશે. રાંઘણગેસમાં છેલ્લે 6 ઓક્ટોબરના રોજ ભાવ વધારવામાં આવ્યો હતો. 19 KG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 રહેશે.
| શહેર | જૂનો ભાવ | નવો ભાવ |
| અમદાવાદ | 906.50 | 956.50 |
| દિલ્હી | 899.50 | 949.50 |
| મુંબઈ | 899.50 | 949.50 |
| લખનઉં | 937.50 | 987.50 |
| કોલકતા | 926.00 | 976.00 |
| ચંદીગઢ | 909.00 | 959.00 |
| પટના | 989.50 | 1039.50 |
| શિમલા | 945.00 | 995.00 |
| દહેરાદૂન | 918.00 | 968.00 |
0 Response to "રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો; 137 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો