-->
શેરબજારમાં હોળીની અસર, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને લીલા નિશાન પર, નિફ્ટી પણ 287 પોઈન્ટ વધ્યો

શેરબજારમાં હોળીની અસર, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને લીલા નિશાન પર, નિફ્ટી પણ 287 પોઈન્ટ વધ્યો

 

શેરબજારમાં હોળીની અસર, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને લીલા નિશાન પર, નિફ્ટી પણ 287 પોઈન્ટ વધ્યો



બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 820 પોઈન્ટ અથવા 1.44 ટકાના ઉછાળા સાથે 57,636 પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 228 પોઈન્ટ અથવા 1.34 ટકાના ઉછાળા સાથે 17203 પર ખુલ્યો હતો. હાલમાં સેન્સેક્સ 950 પોઈન્ટના વધારા સાથે 57,806 ના લેવલે  ટ્રેડ કરી રહ્યો છે.

છેલ્લા કારોબારી દિવસે મજબૂત તેજી હતી
બજાર ખુલતાની સાથે જ લગભગ 1676 શેર વધ્યા છે, 331 શેરમાં ઘટાડો થયો અને 66 શેર યથાવત રહ્યા છે. નોંધનીય છે કે બુધવારે છેલ્લા કારોબારી દિવસે, શેરબજાર લીલા નિશાન પર ખુલ્લું હતું અને દિવસભર લાભ સાથે મજબૂત ગતિ સાથે બંધ થયું હતું.

BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 1039 પોઇન્ટ અથવા 1.86 ટકાના વધારા સાથે 56,817 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઇન્ડેક્સ 312 પોઇન્ટ અથવા 1.87 ટકાના વધારા સાથે 16,975 પર બંધ થયો હતો.

HDFC સહિતના આ શેરોમાં વધારો

આજે વધી રહેલા મુખ્ય શેરોમાં HDFC,  AXIS બેન્ક, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ADFC બેન્ક, એશિયન પેઈન્ટ્સ, કોટક બેન્ક, ICICI બેન્ક 2 થી 3 ટકા સુધીના વધારા સાથે છે. આની સાથે SBI, IndusInd Bank, Hindustan Unilever, Bajaj Finserv, Titan, Wipro, Tata Steel, Maruti, Larsen & Toubro, TCS, Tech Mahindra અને Infosysના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

0 Response to "શેરબજારમાં હોળીની અસર, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને લીલા નિશાન પર, નિફ્ટી પણ 287 પોઈન્ટ વધ્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel