પહેલીવાર સુરતની આંચલ જરીવાલાનો ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં સમાવેશ કરાયો
પહેલીવાર સુરતની આંચલ જરીવાલાનો ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં સમાવેશ કરાયો
ઇન્ડિયન પાવરલિફ્ટિંગ ફેડરેશન દ્વારા 17, 18 અને 19 માર્ચના રોજ પ્રથમવાર શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે, જેમાં પંજાબ, કાશ્મીર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત દેશના લગભગ 26 રાજ્યોના 300 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
આ ટૂર્નામેન્ટની ખાસ વાત એ છે કે, પહેલીવાર આ રમતમાં ટ્રાન્સજેન્ડર કેટેગરી સામેલ કરાઈ છે, જેમાં શહેરના વરિયાવી બજાર ખાતે રહેતી આંચલ જરીવાલા પણ ભાગ લઈ રહી છે. આંચલ 35 વર્ષની છે અને છેલ્લા 1 વર્ષથી પાવરલિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહી છે. તેઓ એક ડાન્સર અને એક્ટર હોવાની સાથે સાથે વીડિયો ક્રિએટર પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 લાખથી વધારે ફોલોઅર્સ છે. આંચલે જણાવ્યું કે, ‘અમારી કમ્યુનિટીના અન્ય લોકો પણ સ્પોર્ટ્સ ફિલ્ડમાં આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે મેં ભાગ લઈને આ રીતે એક પહેલ કરી છે.
ભવિષ્યમાં મારી કમ્યુનિટીના અનેક લોકો રમત સહિતના તમામ ફિલ્ડમાં આગળ આવશે એવી હું આશા રાખું છું. સમાજના લોકો ભલે અમારી સાથે ભેદભાવ કરી રહ્યા હોય પણ સ્પોર્ટ્સ એક એવું ફિલ્ડ છે કે જ્યાં અત્યાર સુધીમાં મને કોઇ ભેદભાવ દેખાયો નથી.
0 Response to "પહેલીવાર સુરતની આંચલ જરીવાલાનો ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં સમાવેશ કરાયો"
ટિપ્પણી પોસ્ટ કરો