-->
રાજકોટની મહિલા ડોક્ટરે વાંકાનેરમાં ગળાફાંસો ખાધો, માતાનું હૈયાફાટ રૂદન

રાજકોટની મહિલા ડોક્ટરે વાંકાનેરમાં ગળાફાંસો ખાધો, માતાનું હૈયાફાટ રૂદન

 

રાજકોટની મહિલા ડોક્ટરે વાંકાનેરમાં ગળાફાંસો ખાધો, માતાનું હૈયાફાટ રૂદન, કહ્યું- દિયર બેફામ ગાળો ભાંડતો, 10 વર્ષ સાસરિયાએ સખત ત્રાસ આપ્યો 

રાજકોટ માવતર ધરાવતી અને હોમિયોપેથી તબીબ જાનકી વોરાએ ગઇકાલે વાકાનેરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આથી પોલીસે તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અહીં જાનકીની માતા લતાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરીને સાસરિયાઓએ 10 વર્ષ સુધી સખત ત્રાસ આપ્યો, તેનો દિયર બેફામ ગાળો ભાંડતો હતો. ઘટનાને પગલે ડોક્ટર પિતાને સાંત્વના પાઠવવા ડોક્ટર મિત્રો સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા.

મૃતક જાનકીને સંતાનમાં પાંચ વર્ષની દીકરી
મૃતક જાનકીના લગ્નને 10 વર્ષ થયાં છે. તેને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી છે. તેનો પતિ રજનીક સુરેશભાઈ વોરા વાંકાનેરની પીરમસાયક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ છે. તેમજ જાનકીએ હોમિયોપેથિક તબીબનો અભ્યાસ કર્યો છે. તે હાલ ઘરકામ કરતી હતી. જાનકીના પિતા મનસુખભાઈ રામજીભાઈ ઘોરવાડિયા રાજકોટની યસ હોસ્પિટલમાં એનેસ્થેશિયા વિભાગમાં તબીબ છે.

મારી દીકરી ડોક્ટર હતી છતાં અસહ્ય ત્રાસ આપ્યોઃ માતા
જાનકીના માતા લતાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્નને 10 વર્ષ પૂરા થયા હતા. તેના દિયર અને સાસુનો સખત ત્રાસ રહેતો હતો. મારી દીકરી સાસરિયાવાળા સાથે રહેતી ત્યારે તેનો દિયર ખૂબ જ અપશબ્દો કહેતો. મારી દીકરી ભણેલી ગણેલી છે, ડોક્ટર છે છતાં મારી દીકરીને અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો. મારી દીકરીને 5 વર્ષની દીકરી છે પરંતુ આ પગલું શું કામ ભરે? પરંતુ સખત ત્રાસથી કંટાળી મારી દીકરીએ આ પગલું ભરી લીધું છે. તેના દિયર સંદિપને એવું છે કે, મારે રાજકારણીઓ સાથે સંબંધો વધારે છે, મારા સસરા ખુદ વકીલ છે એટલે મને કોઈ કંઇ નહીં કરી શકે.

0 Response to "રાજકોટની મહિલા ડોક્ટરે વાંકાનેરમાં ગળાફાંસો ખાધો, માતાનું હૈયાફાટ રૂદન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel