-->
લીંબુનો વધારે પડતા ઉપયોગ કરવાથી દાંતમાં કળતર, છાતીમાં બળતરા, હાડકાં કમજોર અને ગેસ્ટ્રિક અલ્સરની સમસ્યા થઈ શકે છે

લીંબુનો વધારે પડતા ઉપયોગ કરવાથી દાંતમાં કળતર, છાતીમાં બળતરા, હાડકાં કમજોર અને ગેસ્ટ્રિક અલ્સરની સમસ્યા થઈ શકે છે

 

લીંબુનો વધારે પડતા ઉપયોગ કરવાથી દાંતમાં કળતર, છાતીમાં બળતરા, હાડકાં કમજોર અને ગેસ્ટ્રિક અલ્સરની સમસ્યા થઈ શકે છે



ફિટ રહેવા માટે કેટલાક લોકો આખું વર્ષ લીંબુ પાણી પીવે છે. તેનાથી ડાઈઝેશન સારું રહે છે. ત્વચા ચમકે છે, વજન ઘટે છે, શરીર હાઈડ્રેટ રહે છે અને બોડીને વિટામિન C મળતું રહે છે. કેટલાક લોકોની આદત હોય છે કે, આખા વર્ષ દરમિયાન લીંબુ પાણી પીવું.

આ આદત સારી છે, પરંતુ જરૂર કરતા વધારે લીંબુનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. લીંબુના ફાયદા જાણીને જો તમે તેનો વધુ પડતો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હોય તો સાવધાન રહેવાની જરૂર છે. આયુર્વેદિક ડૉ. સોનિયા જણાવી રહ્યા છે કે લીંબુનો રસ આરોગ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.


પેટની સમસ્યાઓ

લીંબુના વધુ પડતા સેવનથી ગેસ્ટ્રિક અલ્સરનું જોખમ વધી જાય છે. તેનાથી ડાયેરિયા, પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે. લીંબુમાં ઓક્સાલેટ હોય છે. લીંબુના વધારે સેવનથી પેટમાં જઈને આ ઓક્સાલેટ ક્રિસ્ટલનું સ્વરૂપ ધારણ કરે છે, જે આગળ જઈને કિડની સ્ટોન અથવા ગોલ બ્લેડર સ્ટોન બની શકે છે.

દાંતમાં ઝણઝણાટીનું જોખમ
લીંબુમાં હાજર સિટ્રસ એસિડની અસર દાંત પર પણ પડે છે. તેના કારણે દાંતોના ઈનેમલ ખરાબ થઈ જાય છે, જે દાંતની સેન્સિટિવિટી વધારે છે. તેનાથી બચવા માટે વધારે લીંબુ પાણી ન પીવું અને જ્યારે પણ પીઓ ત્યારે સ્ટ્રોનો ઉપયોગ કરવો.

માથાનો દુખાવો અને માઈગ્રેનનું જોખમ
લીંબુમાં હાજર એમિનો એસિડ મગજમાં બ્લડ ફ્લોને અચાનક વધારે છે, જેના કારણે અચાનક માથામાં તીવ્ર દુખાવો અને માઈગ્રેનનું જોખમ વધી જાય છે.

ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે
લીંબુ પાણી પીવાથી થોડી થોડીવારે યુરિન પાસ કરવાની જરૂરિયાત મહેસૂસ થાય છે. વારંવાર ટોયલેટ જવું અને પર્યાપ્ત પાણી ન પીવાના કારણે શરીરમાં પાણીની ઊણપ સર્જાઈ શકે છે.

હાડકા કમજોર થવાનું જોખમ
લીંબુ એસિડિક નેચર હોય છે. દિવસમાં ઘણી વખત લીંબુ પાણી પીવાથી અથવા કોઈ બીજી રીતે લીંબુનો વધારે ઉપયોગ કરવાથી હાડકાઓ કમજોર થઈ શકે છે.

છાતીમાં બળતરા વધી શકે છે
વધારે લીંબુનો ઉપયોગ કરવાથી પ્રોટીન તોડતા એન્ઝાઈમ પેપ્સિન એક્ટિવ થઈ જાય છે. લાંબા સમય સુધી વધારે લીંબુનો ઉપયોગ કરવાથી છાતીમાં બળતરાની ફરિયાદ રહે છે.

0 Response to "લીંબુનો વધારે પડતા ઉપયોગ કરવાથી દાંતમાં કળતર, છાતીમાં બળતરા, હાડકાં કમજોર અને ગેસ્ટ્રિક અલ્સરની સમસ્યા થઈ શકે છે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel