કતારગામ ઝોનમાં ડભોલી વિસ્તારમાં 10.28 કરોડના ખર્ચે બનશે મોડેલ પ્રાથમિક શાળા
કતારગામ ઝોનમાં ડભોલી વિસ્તારમાં 10.28 કરોડના ખર્ચે બનશે મોડેલ પ્રાથમિક શાળા
સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 35(કતારગામ)માં ફાઈનલ પ્લોટ નંબર 125 ખાતે ડભોલી વિસ્તારમાં મોડેલ શાળા બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય વિનોદ મોરડીયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી તેના આધારે શાસનાધિકારી અને સુરત મ્યુનિ. તંત્રએ અભિપ્રાય લઈને આ જગ્યાએ પ્રાથમિક શાળા બનાવવા માટે આયોજન હાથ ધરાયું છે.. મોડેલ શાળા માટે જરૂરી પ્લાનિંગ, ડિઝાઇન, તથા અંદાજ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા પ્લાનીંગ બનાવ્યા બાદ તેને મંજૂર કરવામાં આવ્યું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે ત્રણ માળની શાળા બનાવવામાં આવશે.
આ સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વર્ગ ખંડ સાથે લાયબ્રેરી, સિક્રુયીરી કેબીન, લેડીઝ, જેન્ટસ ટોયલેટ, હેન્ડીકેપ ટોયલેટ, પીવાના પાણીની પરબ, સ્પોર્ટ્સ રૂમ, પ્રિન્સીપાલ ઓફિસ, સ્ટાફ રૂમ, કાર અને સાઈકલ પાર્કિંગ અને રેમ્પની સુવિધા રહેશે. આ ઉપરાંત પહેલા, બીજા અને ત્રીજા માળે ક્લાસ રૂપ સાથે ટોયલેટ બ્લોક, અને યુરિનલ બનાવવામાં આવશે. આ સ્કૂલના ઈન્ફાસ્ટ્રકચર માટે 10.28 કરોડ રૂપિયાનો ખર્ચ થશે ત્યાર બાદ તેમાં મોડેલ સ્કૂલ માટે અન્ય સુવિધા ઉભી કરવામાં આવશે.
0 Response to "કતારગામ ઝોનમાં ડભોલી વિસ્તારમાં 10.28 કરોડના ખર્ચે બનશે મોડેલ પ્રાથમિક શાળા"
ટિપ્પણી પોસ્ટ કરો