-->
ઓવનમાંથી મળ્યો 2 મહિનાની વ્હાલસોયી દીકરીનો મૃતદેહ

ઓવનમાંથી મળ્યો 2 મહિનાની વ્હાલસોયી દીકરીનો મૃતદેહ

 ઓવનમાંથી મળ્યો 2 મહિનાની વ્હાલસોયી દીકરીનો મૃતદેહ, છોકરીનો જન્મ થયો હોવાથી પરેશાન માતાએ ગળુ દબાવી હત્યા કરી


કોઈ માતા નિર્દય પણ હોઈ શકે છે, આ વાતનો અપવાદરૂપ પૂરાવો રાજધાની દિલ્હીના ચિરાગ વિસ્તારમાં જોવા મળ્યો છે, જ્યાં ફક્ત 2 મહિનાની અનન્યા નામની દીકરીને તેની જ માતાએ ગળુ દબાવીને મારી નાંખી. અનન્યાનો દોષ ફક્ત એટલો જ હતો કે તે છોકરી હતી. આરોપી મહિલા ડિંપલ કૌશિક આ વાતથી જ ખૂબ જ પરેશાન હતી. માટે તેણે દીકરીનો જીવ લેવાનું નક્કી કર્યું. આ દુખદ ઘટનાની હદ તો ત્યારે આવી કે જ્યારે માતાએ તેની દીકરીના મૃતદેહને એક માઈક્રોવેવમાં છૂપાવીને રાખ્યો હતો. પડોશીઓ અને સાસરી પક્ષ દ્વારા જ્યારે ફરિયાદ કરવામાં આવતા આ ઘટનાની તપાસ કરવામાં આવી અને તેનો મૃતદેહ મળી આવ્યો.

આ કારણથી માતા ઉપર હત્યાની આશંકા મજબૂત બનેલી
ડેપ્યુટી કમિશ્નર બેનિતા મેરી જયકરે જણાવ્યું હતું કે તેને સોમવારે બપોરે આશરે સવા ત્રણ વાગે આ ઘટનાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે કેટલાક અજ્ઞાત આરોપીઓ સામે ઘટના અંગે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસને માતા ડિંમ્પલ ઉપર હત્યાની આશંકા થઈ હતી કારણ કે તેના તરફથી મળતી પ્રતિક્રિયા વિચિત્ર પ્રકારની હતી અને આ સંજોગોમાં પોલીસે મહિલાની કઠોર રીતે પૂછપરછ કરી તો છેવટે તેણે કરેલા આ જઘન્ય અપરાધનો ગુનો સ્વીકારી લીધો હતો.

હકીકતમાં ડિંપલ પોતાને દીકરીનો જન્મ થયો તેનાથી ખૂબ જ પરેશાન હતી. આ અંગે અનેક વખત તે પતિ સાથે ઝઘડો કરી હતી. અનન્યા ઉપરાંત દંપતિને 4 વર્ષનો દીકરો પણ છે. બાળકીના મોત બાદ મહિલાએ પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધી હતી.

0 Response to "ઓવનમાંથી મળ્યો 2 મહિનાની વ્હાલસોયી દીકરીનો મૃતદેહ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel