-->
મહિલા વર્લ્ડકપમાં બાંગ્લાદેશને 110 રને હરાવ્યું, સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત

મહિલા વર્લ્ડકપમાં બાંગ્લાદેશને 110 રને હરાવ્યું, સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત

 

મહિલા વર્લ્ડકપમાં બાંગ્લાદેશને 110 રને હરાવ્યું, સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત



ICC મહિલા વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22મી લીગ મેચ હેમિલ્ટનના સેડન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ ભારતે જીતી લીધી છે. મિતાલી રાજની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 110 રનથી હરાવ્યું. મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની આ ત્રીજી જીત છે. આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે

ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ વિરુદ્ધ આ સતત 5મી જીત છે. આ જીતની સાથે જ ભારત મહિલા વર્લ્ડકપની પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતને એકમાત્ર બાકી રહેલી મેચ 27 માર્ચે સાઉથ આફ્રિકી વિરુદ્ધ રમવાની છે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં પહોંચવા માટેનો દાવો મજબૂત કરી લીધો છે.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 230 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેના જવાબમાં બાંગ્લાદેશની ઈનિંગ્સ 40.3 ઓવરમાં 119 રન બનાવીને સમેટાઈ ગઈ હતી અને 110 રનથી મેચ હારી ગઈ હતી. આ સાથે ટૂર્નામેન્ટની સેમિફાઇનલની રેસમાં બાંગ્લાદેશની સફરનો અંત આવ્યો. જો કે બાંગ્લાદેશની ટીમ હજુ બે મેચ રમશે, પરંતુ હવે ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય છે.


0 Response to "મહિલા વર્લ્ડકપમાં બાંગ્લાદેશને 110 રને હરાવ્યું, સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel