કૉમેડિયન ભારતી સિંહે ઘટાડ્યુ 15 કિલો વજન, લેટેસ્ટ ફોટામાં દેખાયુ ગજબનુ બૉડી ટ્રાન્સફૉર્મેશન
કૉમેડિયન ભારતી સિંહે ઘટાડ્યુ 15 કિલો વજન, લેટેસ્ટ ફોટામાં દેખાયુ ગજબનુ બૉડી ટ્રાન્સફૉર્મેશન
ટીવીની લોકપ્રિય સ્ટાર અને કૉમેડિયન ભારતી સિંહ આ વખતે પોતાના નવા લુકના કારણે ચર્ચામાં છે. ધ કપિલ શર્મા શોમાં ભારતી સિંહે ઘણી વાર પોતાના વધુ વજનની મજાક બનાવી છે. ત્યાં સુધી કરિયરની શરૂઆતમાં પણ ભારતી સિંહને વધુ વજનના કારણે ઘણી વાર તકલીફ સહન કરવી પડી છે. પરંતુ આ વખતે ભારતી સિંહે પોતાના નવા લુકથી સૌને ચોંકાવી દીધા છે. હાલમાં જ ભારતી સિંહે એ વાતનો ખુલાસો કર્યો છે કે તેણે થોડાક જ મહિનામાં પોતાનુ 15 કિલો વજન ઘટાડ્યુ છે.
યોગ્ય ડાયેટથી ઘટાડ્યુ વજન આના માટે ભારતી સિંહે કોઈ પ્રકારનુ વર્કઆઉટ અને જિમનો સહારો નથી લીધો પરંતુ એક યોગ્ય ડાયેટ ફોલો કરીને ભારતી સિંહે ખુદને ફિટ કરી છે. પોતાના પતિ હર્ષ લિંબાચિયા સાથે ભારતી સિંહે લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં ભારતી સિંહે જે મહેનત પોતાની બૉડી સાથે બતાવી છે તે ઘણી ચોંકાવનારી છે.
0 Response to "કૉમેડિયન ભારતી સિંહે ઘટાડ્યુ 15 કિલો વજન, લેટેસ્ટ ફોટામાં દેખાયુ ગજબનુ બૉડી ટ્રાન્સફૉર્મેશન "
ટિપ્પણી પોસ્ટ કરો